લોકસભા-રાજ્યસભા અનિશ્ચિત સમય સુધી સ્થગિત કરાઈ બજેટ સત્રના બીજા તબક્કામાં ૧૨૦ કલાકનું નુકશાનઃ લોકસભા સ્પીકર

0
191

ન્યુ દિલ્હી,તા.૬
સંસદના બજેટ સત્રના બીજા તબક્કાના અંતિમ દિવસે લોકસભા અને રાજ્યસભાને અનિશ્વિત સમય સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. પાંચમી માર્ચે શરૂ થેયલુ બજેટ સત્ર હંગામાને ભેટ ચડી ગયું. બજેટ સત્રના બીજા તબક્કામાં ૧૨૦ કલાકનું નુકસાન થયુ છે. જેથી લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજને નારાજગી વ્યક્ત કરી છે.
સંસદના બજેટ સત્રના પહેલા તબક્કો ૨૯મી જાન્યુઆરીથી ૯મી ફેબ્રઆરી સુધી ચાલ્યુ હતુ. જેમાં ૨૦૧૭-૧૮નો આર્થિક સર્વે અને ૨૦૧૮-૧૯નુ બજેટ રજુ કરવામાં આવ્યુ હતું. સસંદમાં વિપક્ષના ગતિરોધના કારણે ભાજપના સાસંદો પોતાના સંસદીય વિસ્તારમાં ૧૨મી એપ્રિલના રોજ એક દિવસના ધરણા આપશે.. બીજા તબક્કામાં રાજ્યસભામાં ૪૧ નવા સાસંદોએ શપથ ગ્રહણ કર્યા છે.
બીજા તબક્કામાં ટીડીપીના સાસંદોએ આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યના દરજ્જા માટે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. તો એઆઈડીએમકેના સાંસદોએ કાવેરી બોર્ડ વિવાદ મામલે બન્ને સદનમાં હંગામો કર્યો હતો.
કાંગ્રેસના નેતા મલ્લૈક્કાર્જુન ખડગેએ દાવો કર્યો હતો કે કાંગ્રેસ સહિતના બધા વિપક્ષ અવિશ્ર્વાસની દરખાસ્તો, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પરના અત્યાચાર રોકવા માટેના ધારાની કલમને હળવી કરતા સર્વોચ્ચ અદાલતના ચુકાદા, હીરાના વ્યાપારી નીરવ મોદીને લગતા પંજાબ નેશનલ બૅન્ક કૌભાંડ સહિતના વિવિધ મુદ્દે ચર્ચા કરવા તૈયાર છે.
સંસદીય બાબતોને લગતા પ્રધાન અનંત કુમારે જણાવ્યું હતું કે ગૃહની બેઠકમાં રાબેતા મુજબનું કામ થતું નહિ હોવાથી ભાજપના સાંસદોએ અંદાજપત્રના બીજા સત્રનું મહેનતાણું નહિ લેવાનો નિર્ણય લીધો હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY