ન્યુ દિલ્હી,તા.૫
તેંલગાણા રાષ્ટ્ર સમિતિ એક ડગલું આગળ આવીને ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં ભાજપ સાથે ગઠબંધન કરવા સહમતિ દર્શાવી હોવાનું પક્ષના આંતિરક સૂત્રોએ જણાવ્યું હતું.
નિકટના વર્તુળોએ જણાવ્યા મુજબ નવી દિલ્હીમાં ટીઆરએસના વડા અને તેલંગાણાના મુખ્યમંત્રી કેસીઆર તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે એક કલાક ચર્ચા થઈ હતી. ૨૦૧૯માં સામાન્ય ચૂંટણીના મુદ્દે બે નેતાઓ વચ્ચે વિસ્તારપૂર્વક ચર્ચા થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જા કે ચૂંટણી પૂર્વે ગઠબંધનથી ટીઆરએસને કોઈ ફાયદો થવાની સંભાવના નથી પરંતુ ચૂંટણી બાદ ટેકો આપવા માટેનો અવકાશ રહેલો હોવાથી આ મુદ્દે બે નેતાઓએ ચર્ચા કરી હોવાનું વર્તુળોએ જણાવ્યું હતું. જા ભાજપ પાસે જરૂરી સંખ્યાબળ કરતા ઓછી બેઠકો આવે તો તેવી સ્થિતિમાં ટીઆરએસ તેમને ટેકો આપવા સહમત થઈ શકે છે.
નોંધનીય છે કે ટીઆરએસ એનડીએના સહયોગી દળમાં સામેલ નથી અને તાજેતરમાં ટીડીપી દ્વારા લોકસભામાં સરકાર વિરુદ્ધ લવાયેલા અવિશ્વાસના પ્રસ્તાવથી ટીઆરએસ અંતર રાખ્યું હતું.
એનડીએના ઘટક પક્ષ તરીકે ચંદ્રાબાબૂના પક્ષ ટીડીપીએ છેડો ફાડ્યા બાદ ભાજપે ટીઆરએસને સામેલ કરવા પ્રયાસ તેજ કર્યા છે. આ સાથે જ પીએમ મોદીએ ગૃહમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન ચંદ્રાબાબૂની ટિકા કરતા તેલંગાણાના વિકાસના વખાણ કર્યા હતા.
અગાઉ જૂનમાં પણ રાવે પીએમ સાથે મુલાકાત કરી હતી. બે મહિનાના ટૂંકા ગાળામાં બીજી વખત રાવ પીએમને મળતા હવે બન્ને પક્ષો એકબીજાની વધુ નજીક આવે તેવી સંભાવના પ્રબળ બની છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




