કિમ જાંગે પ્રાંતની વસાહને હથિયાર મુક્ત બનાવવા માટે પગલાં લેવા પડશે : અમેરિકા

0
105

ઉત્તર કોરિયાને આર્થિક સહાય કરવા માટે અમેરિકાની તૈયારી
વાશિંગ્ટન,તા.૧૨
ઉત્તર કોરિયાને આર્થિક સહાય કરવા માટે અમેરિકા તૈયાર થઈ ગયું છે. અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોંપીયોએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે યુ.એસ., ઉત્તર કોરિયાની આર્થિક સહાયતા કરવા માટે તૈયાર છે, પરંતુ તેના માટે કિમને પ્રાંતની વસાહતને હથિયાર મુક્ત બનાવવા માટે સખત પગલાં લેવા પડશે. માઇક પોપોયોએ જણાવ્યું કે જા ઉત્તર કોરિયા ટૂંક સમયમાં જ પરમાણુ પરિક્ષણ માટે બોલ્ડ એક્શન લેશે, તો દક્ષિણ કોરિયા સાથે યુનાઇટેડ સ્ટેટ્‌સ આર્થિક તંગીથી પસાર થઇ રહેલા ઉત્તર કોરિયાને મદદ કરશે. વોશિંગ્ટન પ્રતિબંધોના માધ્યમથી ઉત્તર કોરિયા પર દબાણ જાળવવાની યોજના બનાવી રÌš છે. આ પ્રતિબંધોનો હેતુ ઉત્તર કોરિયા અને ચીન વચ્ચે વેપારમાં અવરોધ ઉભો કરવાનો છે. અમેરિકા નથી ઇચ્છતુ કે ચીન સાથે ઉત્તર કોરિયા વ્યાપાર કરે.
દક્ષિણ કોરિયાની માગ છે કે જ્યા સુધી પ્યોંગયાંગ પોતાના પરમાણુ હથિયારોથી છૂટકારો મેળવવા માટે કઠોર કાર્યવાહી કરવા તૈયાર નહી થાય ત્યા સુધી તેમના પર લાગેલા પ્રતિબંધને ન હટાવવા જાઇએ.
તમને જણાવી દઇએ કે અમેરિકી રાષ્ટ્ર્પતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના તાનાશાહ કીમ જાગ વચ્ચે બેઠક યોજાશે. ટ્રમ્પ અને કિમની બેઠક સિંગાપુરમાં ૧૨ જૂને મળશે. બંને દેશોના તાઓની આ પ્રથમ મુલાકાત હશે. પોમ્પેઓએ કહ્યુ કે તેમનો લક્ષ્યાંક કોરિયન પ્રાંતમાં શાંતિ ફેલાવવી અને પરમાણુકરણને મેળવવા માટે છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY