ધાર્યું નહોતું કે ૧૯૮૩નો વર્લ્ડકપ જીતીશુંઃ શ્રીકાંત

0
8

લંડન,તા.૨૮
ભૂતપૂર્વ કેપ્ટન ક્રિષ્ણામચારી શ્રીકાંતે કહ્યું હતું કે ભારતીય ટીમે ૧૯૮૩નો વર્લ્ડ કપ જીતવાનું ક્યારેય વિચાર્યું ન હતું.
૧૯૮૩ની વર્લ્ડ કપ વિજયી ભારતની ટીમના મુખ્ય સભ્ય શ્રીકાંતે કહ્યું હતું કે ટીમના સુકાની કપિલ દેવની આ બાબતમાં પોતાની માન્યતાએ પણ બીજા ખેલાડીઓને પ્રેરવ્યા હતા અને ભારતના તે ઐતિહાસિક વિજયનું તે એક કારણ હતું.
ભારતે તે વેળા પ્રબળ ગણાતી વેસ્ટ ઈન્ડિઝની ટીમને લોડ્‌ર્સ ખાતેની ફાઈનલ મેચમાં હરાવી પોતાનો પ્રથમ વર્લ્ડ કપ ૧૯૮૩માં જીત્યો હતો. “૧૯૮૩માં અમે જ્યારે વર્લ્ડ કપમાં રમવા રવાના થયા હતા ત્યારે અમારા કોઈ ખેલાડીને આશા ન હતી કે ભારત વર્લ્ડ ચૅમ્પિયન બનશે, એમ શ્રીકાંતને દર્શાવી આઈ. સી. સી.ના પ્રસાર માધ્યમોએ કહ્યું હતું.
શ્રીકાંતે વધુમાં કહ્યું હતું કે ૧૯૮૩ પહેલાના બે વર્લ્ડ કપમાં ભારતે ફક્ત ઈસ્ટ આફ્રિકાની ટીમને હરાવી હતી અને અમે શ્રીલંકા વિરુદ્ધ પણ હારી ગયા હતા કે જે ત્યારે ટેસ્ટ ક્રિકેટ રમતું રાષ્ટ્ર ન હતું અને આ કારણે જ કોઈએ ભારતની વર્લ્ડ કપ જીતવાની આશા કરી ન હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY