ઓસ્ટ્રેલિયા સામે થનારી મેચ ભારત માટે આસાન નહીં હોયઃ તેંડુલકર

0
7

ભારતીય ટીમમાં ઓસી.ને હરાવવાની ક્ષમતા
લંડન,તા.૭
વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમે વિશ્વ કપ ૨૦૧૯ની પહેલી મેચમાં સાઉથ આફ્રિકાને હરાવી દીધું હતુ. હવે ભારતીય ટીમનો બીજા મુકાબલો ૯ જૂનનાં આૅવલમાં આૅસ્ટ્રેલિયા સામે થશે. આૅસ્ટ્રેલિયાઈ ટીમ જે પ્રકારે રમી રહી છે તે જાઇને લાગી રહ્યું છે કે ભારત માટે આૅસ્ટ્રેલિયાને હરાવવું આસાન નહીં હોય. ભારતનાં પૂર્વ મહાન બેટ્‌સમેન સચિન તેંડુલકરે આૅસ્ટ્રેલિયા સામેની મેચને લઇને ભારતીય ટીમને ખાસ સલાહ આપી છે.
સચિને કહ્યું કે, “આૅસ્ટ્રેલિયા સામે થનારી મેચ ભારતીય ટીમ માટે આસાન નહીં હોય. કાંગારૂ ટીમ અત્યારે સંતુલિત છે અને સતત જીતવાનાં કારણે તેમનો આત્મવિશ્વાસ પણ ઊંચો છે આવામાં તેમને રોકવા મુશ્કેલ છે.” સચિને કહ્યું કે, “કાંગારૂ ટીમને આૅવલની પિચ ઘણી પસંદ આવશે, કેમકે આ પિચ પર બાલરોને વધારે પડતો ઉછાળ મળશે.” જો કે સચિનનું માનવું છે કે ભારતીય ટીમમાં એટલી ક્ષમતા છે કે તે આૅસ્ટ્રેલિયાને હરાવી શકે.
તેંડુલકરે કહ્યું કે, “ભારતીય ટીમને પહેલી મેચમાં આફ્રિકા સામે જીત મળી તેનાથી તેનો આત્મવિશ્વાસ વધ્યો હશે. આ આત્મવિશ્વાસને કાંગારૂઓ સામે પણ જાળવી રાખવો પડશે. આ ટીમ સાથે મુકાબલો મુશ્કેલ હશે કારણ કે તેમની ટીમ પણ સંતુલિત છે અને તેમનો આત્મવિશ્વાસ અલગ લેવલ પર છે.” સચિનનાં જણાવ્યા પ્રમાણે ભારતની ટીમ પણ ઘણી મજબૂત છે અને કોઇપણ ટીમનો સામનો કરવાની તેની પાસે તાકાત છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY