ન્યૂઝીલેન્ડ બાદ મિડલ બ્રિટનના બર્મિઘમમાં પાંચ મસ્જિદોમાં હુમલો

0
4

લંડન,તા.૨૨
મિડલ બ્રિટનના બ‹મઘમ શહેરની પાંચ મસ્જિદોમાં રાત્રિના સમયે હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટના બાદ એન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વોડના અધિકારીઓ અને સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી છે. મિડલેન્ડ્‌સ પોલીસને જાણકારી મળી હતી કે, એક વ્યકિત બર્ચફિલ્ડ રોડ પર જામે મસ્જિદની બારીઓ તોડી રહ્યો છે અને થોડાં સમય બાદ શહેરના એર્ડિગટન વિસ્તારમાં એક મસ્જિદમાં પણ આ પ્રકારના હુમલાની જાણકારી મળી. પ્રાથમિક તારણ અનુસાર, આ હુમલાના પરસ્પર સંબંધ છે.
એન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વોડે મસ્જિદો તથા અન્ય વિસ્તારોમાં શોધખોળ શરૂ કરી દીધી છે. ઉપરાંત અન્ય સ્થળોમાં ઇસ્લામિક ધાર્મિક સ્થળોની સુરક્ષામાં પણ વધારો કર્યો છે. ગત શુક્રવારે ન્યૂઝીલેન્ડની ક્રાઇસ્ટચર્ચમાં એક મસ્જિદ પર થયેલા આતંકી હુમલાને ધ્યાનમાં રાખીને વેસ્ટ મિડલેન્ડ્‌સ પોલીસે કહ્યું કે, તેઓ આ ઘટના પાછળના ઇરાદાને સામે લાવવા માટે આતંકવાદ વિરોધી અધિકારીઓ સાથે કામ કરી રહ્યા છે. ક્રાઇસ્ટચર્ચ હુમલામાં ૫૦ લોકોનાં મોત થયા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY