બ્રિટનમાં ભારતીય મૂળના લોકોને નિશાન બનાવતા તસ્કરો, ૧૩૦૦ કરોડનુ સોનુ ચોર્યુ

0
8

લંડન,તા.૨૪
બ્રિટનમાં આજકાલ તસ્કરોએ દુનિયાભરમાં નામના મેળવનાર બાહોશ સ્કોટલેન્ડ યાર્ડ પોલીસની ઉંઘ ઉડાડી રાખી છે. બ્રિટિશ પોલીસે બહાર પાડેલા આંકડા પ્રમાણે ૨૦૧૩ થી ૨૦૧૮ દરમિયાનમાં બ્રિટનમાં ચોરીની ૨૮૦૦૦ ઘટનાઓ બની છે.સૌથી ચોંકાવનારી વાત એ છે કે મોટાભાગના કિસ્સાઓમાં ભારતીય મૂળના રહેવાસીઓના ઘરને નિશાન બનાવવામાં આવ્યા છે.ચોરી થયેલી મત્તામાં ૧૩૦૦ કરોડ રુપિયાનુ સોનુ પણ સામેલ છે.
પોલીસનુ કહેવુ છે કે તસ્કરોની નજર સોના પર રહેતી હોય છે.કારણકે તેને વેચીને રોકડ રકમ મેળવવી આસાન હોય છે.ચોરીની સૌથી વધુ ઘટનાઓ ગ્રેટર લંડન અને ગ્રેટર માન્ચેસ્ટરમાં બની છે. સ્કોટલેન્ડ યાર્ડ દર વર્ષે નવરાત્રી અને દિવાળી જેવા પર્વ વખતે ભારતીયોને એલર્ટ કરે છે.કારણકે ભારતીયો પોતાની બચત સોનામાં વધારે કરતા હોય છે અને આ તહેવાર દરમિયાન ઘરમાં સોનાના દાગીના પણ રખાતા હોય છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY