થેરેસા મેની ખુરશી સલામતઃ સંસદમાં જીત્યો વિશ્વાસ મત

0
16

વડાપ્રધાનના સમર્થનમાં ૨૦૦ કન્ઝર્વેટીવ સાંસદોએ મતદાન કર્યું
લંડન,તા.૧૩
બ્રિટેનમાં બ્રેકિઝટના મુદ્દા પર ઉથલ પાથલ ચાલુ જ છે. બ્રિટેનના વડાપ્રધાન ટેરેસા મે પર વડાપ્રધાનની ખુરશીનો ખતરો ટળી ગયો છે. ઉલ્લેખનીય છે કે તેના વિરુદ્ઘ સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. તેના સમર્થનમાં ૨૦૦ કન્ઝર્વેટીવ સાંસદોએ મત આપ્યો.જયારે ૧૧૭ માટે તેના વિરુદ્ઘ અવિશ્વાસ પ્રસ્તાવ પર પડ્યા.પર્યાપ્ત વિશ્વાસ મત મલ્યા બાદ તે હાલમાં વડાપ્રધાન પદ પર બની રહેશે.
ઉલ્લેખનીય છે કે ટેરેસા મેના વિરુદ્ઘ ગઈ કાલે રાતે સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો. આજ પ્રસ્તાવ પર ગુપ્ત મતદાન થયું અને થોડા સમય બાદ તેના પરિણામોનું એલાન કરવામાં આવ્યુ.તેની પહેલા માનવામાં આવી રહ્યું હતું કે બ્રેકિઝટ યોજના પર ટેરેસાને પડકારોનો સામનો કરવો પડી શકે છે. ઉલ્લેખનીય છે કે ટેરેસાની સામે બ્રેકિઝટ મામલે પડકારો ત્યારે શરૂ થયા જયારે સંસદના ૪૮ કન્ઝર્વેટિવ સભ્યોએ ૧૯૯૨ની સમિતિ સમક્ષ માટે માંગવા માટે પાત્ર રજૂ કરવામાં આવ્યા. ટેરેસા મેં એ વડાપ્રધાન બનવાના કેટલાક સમય બાદ જ ૨૦૧૬માં યુરોપીય સંઘ છોડવા માટે માટે આપ્યો હતો. જેના કારણે તેના પક્ષમાં આકરી ટીકા થઇ હતી.આ પહેલા થેરેસા મેએ અંતિમ વાર તેના નિર્ણ્ય અંગે સાંસદોને મનાવાની કવાયત શરૂ કરી હતી.પરંતુ તેનો કઈ ખાસ રિસ્પોન્સ મળ્યો હતો. બ્રેકિઝટ બ્રિટેનના યુરોપીય યુનિયનથી અલગ થવાની પ્રક્રિયા છે. આજ મુદ્દા પર ટેરેસામાં વડાપ્રધાન બની છે. ટેરેસાએ નવેમ્બરમાં બ્રસેલ્સમાં અલગાવ સાથે સંબંધિત એક મહત્વપૂર્ણ દસ્તાવેજ પર સાઈન કર્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY