બાબા રામદેવ ટૂંક સમયમાં આઈપીઓ બહાર પાડે તેવી શક્યતા

0
2

કંપનીનું લક્ષ્ય ત્રણથી પાંચ વર્ષના ગાળામાં વાર્ષિક ૨૦,૦૦૦ કરોડ રૂપિયાની રેવન્યુ પ્રાપ્ત કરવાનું
મુંબઈ,તા.૧૩
બાબા રામદેવ સંચાલિત પતંજલિ આયુર્વેદ ટૂંક સમયમાં IPO (Initial Public Offering)બહાર પાડે તેવી શકયતા છે. આ માટેની તૈયારીઓ કરી દેવામાં આવી છે. રામદેવને પતંજલિના IPO બહાર પાડવામાં આવશે કે કેમ તે અંગે પૂછાયેલા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે તેઓ આ અંગે સારા સમાચાર ટૂંક સમયમાં જ આપશે.
એક નાની ફાર્મસીથી શરૂ કરવામાં આવેલી પંતાજલિ આયુર્વેદ હાલ વિવિધ મલ્ટીનેશનલ કંપનીઓને ટક્કર આપી રહી છે. આ પાછળનું મુખ્ય કારણ એ છે કે પતંજલિએ તેના સેગમેન્ટ્‌સમાં મોટા પ્રમાણમાં વધારો કર્યો છે.
કંપનીનું લક્ષ્ય ત્રણથી પાંચ વર્ષના ગાળામાં વાર્ષિક ૨૦,૦૦૦ કરોડ રૂપિયાની રેવન્યુ પ્રાપ્ત કરવાનું છે. વર્ષ ૨૦૧૨માં કંપનીની રેવન્યુ ૫૦૦ કરોડ રૂપિયા કરતા ઓછી હતી. વર્ષ ૨૦૧૬માં તે વધીને ૧૦,૦૦૦ કરોડ રૂપિયા થઈ હતી.
જાકે છેલ્લા થોડા મહિનાઓમાં પંતાજલિના વેચાણમાં પ્રથમ વખત ઘટાડો થયો છે. તે માટે GST અને કંપનીનું નબળું ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક જવાબદાર હોવાનું કહેવાઈ રહ્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY