લંડન,તા.૨૯
ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમમાંથી બેટ્સમેન એલેક્સ હેલ્સની હકાલપટ્ટી થઇ ગઇ છે. તેને વર્લ્ડ કપ પહેલાં જ ઇંગ્લેન્ડની તમામ ટીમોમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. તાજેતરમાં જ તેના પર ડ્રગ્સ લેવાના કારણે ૨૧ દિવસનો પ્રતિબંદ મુકવામાં આવ્યો હતો. તેને ડોક્ટરની કોઇપણ લાહ વિના રિક્રિએશનલ ડ્રગ્સ લેવા માટે દોષી ઠેરવવામાં આવ્યો હતો. તે બાદ તેણે પર્નલ કારણ દર્સાવતા અનિશ્વિત આરામ લીધો હતો. જા કે પછીથી સામે આવ્યું હતું કે તે ડ્રગ્સ લેવાના કારણે ક્રિકેટથી દૂર થઇ ગયો હતો.
તેને બહાર કરવાનો નિર્ણય ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડના મેનેજિંગ ડાયરેક્ટર અને ઇંગ્લન્ડ ટીમના સિલેક્ટર્સે લીધો છે. આ નિર્ણય ટીમમાં યોગ્ય માહોલ જાળવી રાખવા અને કોઇપણ પ્રકારના ભ્રમને દૂર કરવા માટે લેવામાં આવ્યો છે. આ પગલા લેવામાં આવ્યા બાદ હેલ્સ એકમાત્ર વન ડે મેચ માટે આયરલેન્ડ નહી જઇ શકે. તેમને પાકિસ્તાન સામે એકમાત્ર ટી૨૦ અને પાંચ વન ડેની સીરીઝ સાથે જ આઇસીસી વર્લ્ડ કપની ટીમમાંથી પણ બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. તેવામાં તેના વર્લ્ડ કપમાં રમવા પર પણ સવાલ ઉભો થયો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





