કેવડિયા ની સરકારી હાઈસ્કૂલમાં ગણિત વિજ્ઞાનના શિક્ષક ને અભાવે વિધાર્થીઓ નું ભાવિ જોખમાયું  

0
167

ધોરણ -9 અને 10 ના 88 વિદ્યાર્થીઓ ના ભણતર પર માઠી અસર,88 બાળકોને ભણાવતા શિક્ષક ને ડીઈઓ એ માંકાળાઆંબા સ્કૂલ ખાતે મૂકી દેતા તકલીફ 

રાજપીપળા : કેવડિયા કોલોની ખાતે છેલ્લા 50 વર્ષ થી ધમધમતી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા આજે મૃત પાય હાલત માં છે ત્યારે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા જેને બંધ કરી મર્જ કરવાની કોશિશ થઇ રહી હોવાની વાત સંભળાઈ છે ત્યારે અધિકારીઓ કેમ બાળકોનું િત જોતા નથી એ એક મોટો સવાલ છે સરકાર એક તરફ ઉચ્ચ શિક્ષણની વાતો કરે છે ત્યારે નર્મદા માં જૂની સ્કૂલો બંધ થાય તેને ધ્યાન ન આપી નવી ખુલતી શાળાઓ ને પ્રાધાન્ય આપે છે જેમાં વિદ્યાર્થીઓ અટવાય છે, આવાજ અણધડ વહીવટ નો ભોગ આજે કેવડિયાની આ શાળા બની રહી છે.રેગ્યુલર મહેકમ માં આવતા ગણિત વિજ્ઞાન ના શિક્ષકને નવી માંકડઆંબા ખાતે ખુલ્લી મુકાયેલી શાળા માં જિલ્લા શિક્ષણાધિકારીએ મૂકી દીધા અને કેવડિયા શાળા ના 88 બાળકો હાલ સત્ર ચાલુ થવા છતાં ગણિત વિજ્ઞાન ભણ્યા જ નથી ત્યારે આ કેવો અણગઢ વહીવટ આવા વહીવટ માં બાળકો નું શું ભવિષ્ય …? માટે તાત્કાલિક ગણિત વિજ્ઞાન ના શિક્ષક ને આ શાળા માં મુકવા વાલીઓ અને વિધાર્થીઓની માંગ છે .

કેવડિયા સરકારી સ્કૂલ નું બિલ્ડીંગ એકદમ જર્જરિત થઇ ગયું છે બે વર્ષ પહેલાજ જેને લાખો ના ખર્ચે રીપેર કરવા કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો છતાં તકલાદી કામના કારણે હાલ આ મકાન જોખમી લાગી રહ્યું છે ત્યાં બારી બારણા ના પણ ઠેકાણા નથી અને બાળક માટે હાલ આ મકાન જોખમી કહી શકાય એમ હોય ક્યારેક કોઈ દુર્ઘટના સર્જાય તો કોણ જવાબદાર ..? શું શિક્ષણાધિકારી આ બાબતે યોગ્ય પગલાં લેશે.

કેવડિયા સરકારી હાઈસ્કૂલ માટે મેં પ્રવાસી શિક્ષક લેવા મંજૂરી આપી છે : નીપાબેન પટેલ (જિલ્લા શિક્ષણાધિકારી )

આ બાબતે નર્મદા જિલ્લા શિક્ષણાધિકારી નીપાબેન પટેલ સાથે વાત કરતા એમને જણાવ્યું કે કેવડિયા હાઈસ્કૂલ માંથી હાલ માંકાળાઆંબા જે શિક્ષક મુકાયા છે એ ટેમ્પરવરી મુક્યા છે અને કેવડિયા માં તાત્કાલિક પ્રવાસી શિક્ષક લેવા મેં શાળા ના આચાર્ય ને મંજૂરી પણ આપી છે પણ  ત્યાં પ્રવાસી શિક્ષક મળતા ન હોવાનું જાણવા મળ્યું હતું જોકે માંકાળાઆંબા શાળા માં મુકેલા શિક્ષક ને ત્યાં બીજા શિક્ષક આવતા પરત કેવડિયા મોકલી દેવાશે પણ હાલ માંકાળાઆંબા માં જરૂર લાગતા ત્યાં મુકાયા છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY