ઇંગ્લેન્ડના સમર્થકો સ્મિથ-વોર્નર સાથે વ્યક્તિગત બોલાચાલી ન કરે તેવી આશાઃ મોઇન અલી

0
3

લંડન,તા.૨૧
ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર મોઇન અલીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, મને આશા છે કે ઇંગ્લેન્ડના ફેન્સ વર્લ્ડકપ દરમિયાન સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નરની જaડીને ટાર્ગેટ નહીં કરે. સ્મિથ અને વોર્નર એક વર્ષના પ્રતિબંધ પછી વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા માટે વાપસી કરી રહ્યા છે. ગયા વર્ષે દક્ષિણ આફ્રિકાની ટેસ્ટ મેચ દરમિયાન બોલ ટેમ્પરિંગ કર્યા બાદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેમના પર પ્રતિબંધ મૂક્યો હતો.
મોઇન અલીએ કહ્યું હતું કે, હું માનું છું કે ઇંગ્લિશ ફેન્સે વધારે પર્સનલ ન થવું જોઈએ. સ્લેજ કરવું નોર્મલ છે જો તેઓ તેને ફની રાખે અને વ્યક્તિગત ટિપ્પણીઓથી દૂર રહે. હું ઇચ્છુ છું કે ફેન્સ અને ક્રિકેટર્સ બધા વર્લ્ડકપનો લુફ્ત ઉઠાવે. તે બંને આપણી જેમ જ માણસો છે અને આપણે બધા જીવનના અલગ અલગ તબ્બકે ભૂલ કરતા હોઈએ છે. મને ખબર છે કે તે ઇવેન્ટને બાદ કરતા એ બંને સારા વ્યક્તિ છે અને વર્લ્ડકપ દરમિયાન તેમને સારી રીતે ટ્રીટ કરવામાં આવે તેવી મારી ઈચ્છા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY