ઈંગ્લેન્ડ પાસે વિશ્વકપ જીતવાની સૂવર્ણ તકઃ વોન

0
15

લંડન,તા.૨૨
પૂર્વ કેપ્ટન માઇકલ વોનનું માનવું છે કે ઇયોન માર્ગનની આગેવાનીવાળી ઈંગ્લેન્ડની ટીમની પાસે વિશ્વ કપ જીતવાની સૌથી સારી તક છે. પાંચ મેચોની વનડે સિરીઝમાં પાકિસ્તાનને ૪-૦થી કારમો પરાજય આપ્યા બાદ ઈંગ્લેન્ડે મંગળવારે આગામી ટૂર્નામેન્ટ માટે પોતાની ૧૫ સભ્યોની ટીમની જાહેરાત કરી હતી.
આ સ્પર્ધાના પ્રથમ મેચમાં યજમાન ઈંગ્લેન્ડ ટીમનો સામનો સાઉથ આફ્રિકા સામે થશે. વિશ્વ કપનું ટાઇટલ જીતવાના પ્રબળ દાવેદારોમાં ઈંગ્લેન્ડને માનવામાં આવી રહ્યું છે અને વોનનું માનવું છે કે હાલની વનડે ટીમની પાસે કીર્તિમાનને સ્થાપિત કરવાની અત્યાર સુધીની સૌથી સારી તક છે. વોને જણાવ્યું, ‘મેં અત્યાર સુધી ઈંગ્લેન્ડની ટીમને જાઈ છે તેમાં આ ટીમ સૌથી શ્રેષ્ઠ છે. તેણે ટાઇટલનું પ્રબળ દાવેદાર માનવાનો અધિકાર હાસિલ કર્યો છે.’
તેમણે કહ્યું, ‘હું જ્યારથી ક્રિકેટ જાઈ રહ્યું છે ત્યારથી લઈને અત્યારની આ ઈંગ્લેન્ડ ટીમ પાસે સૌથી શ્રેષ્ઠ તક છે.’ મને યુવા ખેલાડીના રૂપમાં ૧૯૯૨નો વિશ્વ કપ યાદ છે. મેં તે ફાઇનલ કોલેજમાં જોઈ હતી. ઈંગ્લેન્ડે ૧૯૭૯, ૧૯૮૭ અને ૧૯૯૨માં ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો, પરંતુ ચાર વર્ષ પહેલા તે ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગયું હતું. તેણે ૨૦૧૦માં આઈસીસી ટી૨૦ વર્લ્ડ કપની ટ્રોફી પોતાના નામે કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY