અખિલેશ હજુ નારાજ છે પરંતુ વસ્તુઓ જલ્દી ઉકેલાઈ જશેઃ રાજ બબ્બર

0
7

નારાજગી પરકાઓ માટે ક્યારેય પણ નથી હોતી
ન્યુ દિલ્હી,તા.૨૭
ઉત્તરપ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ રાજ બબ્બરે કહ્યું કે તેઓ અખિલેશ યાદવને મનાવી લેશે અને તેઓ આવનારી ચૂંટણી સપા સાથે મળીને જ લડશે. એક દિવસ પહેલા જ સપા અધ્યક્ષ અખિલેશ યાદવે કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી નહીં લડવાની વાત કહ્યા પછી રાજ બબ્બર દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે. રાજ બબ્બરે કહ્યું કે આજે સામાન્ય જનતા ઈચ્છે છે કે કોંગ્રેસ અને સપા સાથે સાથે મળીને ચૂંટણી લડે.
રાજ બબ્બરે ગુરુવારે કહ્યું કે સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય નેતાના નિવેદનમાં તેમની નારાજગી જાવા મળી રહી છે. નારાજગી પરકાઓ માટે ક્યારેય પણ નથી હોતી. કોંગ્રેસ અને સપા એકબીજા સાથે વાત કરીને તેનો ઉકેલ લાવી દેશે. જનતા ઈચ્છે છે કે અમે સાથે મળીને ચૂંટણી લડીએ. ઉત્તરપ્રદેશની વર્ષ ૨૦૧૭ ચૂંટણી કોંગ્રેસ અને સપા સાથે મળીને લડ્યા હતા.
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે બુધવારે વર્ષ ૨૦૧૯ ચૂંટણી માટે ઉત્તરપ્રદેશમાં સપા, બસપા, કોંગ્રેસ, રાલોદ સાથે આવવાની સંભાવના પર કહ્યું કે યુપીમાં ગેરકોંગ્રેસી ગઠબંધન બનશે. તેમને કહ્યું કે તેઓ તેલંગાણાના મુખ્યમંત્રી કેસીઆર સાથે મુલાકાત કરશે અને નાના દળોને તૈયાર કરીને ત્રીજા મોરચો તૈયાર કરશે. અખિલેશ જાન્યુઆરીમાં તેલંગાણાના મુખ્યમંત્રી સાથે મુલાકાત કરશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY