ભરૂચના નેશનલ હાઈવે નંબર આઠ પર ઝાડેશ્વર ચોકડી નજીક ત્રણ વાહનો વચ્ચે સર્જાયો અકસ્માત….

0
137

ભરૂચ,૨૮/૦૮/૨૦૧૮

ભરૂચ જિલ્લામાં હાઈવે પર થતા અકસ્માત ના વધતાં પ્રમાણ થી રાહદારીઓ અને વાહન ચાલકો ચિંતાતુર…

આજ રોજ સાંજના ભરૂચ નેશનલ હાઈવે નંબર આઠ પર આવેલ ઝાડેશ્વર ચોકડી થી ઉત્તરે સ્વામિનારાયણ મંદિર પાસે ટ્રક,ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેના કારણે ત્યાં ઉભેલ લોકોમાં નાસ ભાગ મચી જવા પામી હતી.જોકે સદનસીબે આ અકસ્માતમાં મોટી દુર્ઘટના ટળી હતી.આ અકસ્માત માં ૩ જેટલા લોકોને નાની મોટી ઈજાઓ પહોંચતા ઇજાગ્રસ્તો ને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.જે અંગેની જાણ ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે કરતાં પોલીસે અકસ્માત વાળી જગ્યા પર પહોંચી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અત્રે નોંધવું રહ્યું કે છેલ્લા કેટલાય સમય થી ભરૂચ જિલ્લામાં નેશનલ હાઈવે નંબર આઠ પર અકસ્માત વધતાં વાહન ચાલકો માટે ચિંતાનો વિષય બનવા પામ્યો છે.જોકે જિલ્લા ટ્રાફિક પોલીસ જો રોડની સાઈડ પર પાર્ક કરેલા વાહનો ના માલિકો સામે આંખ લાલ કરે તો કદાચ અકસ્માતોનું પ્રમાણ પણ ઘટી શકે છે.

અત્રે એ પણ નોંધ લેવાજેવી હકીકત છે કે ઝાડેશ્વર ચોકડી ની ચારે બાજુ ટ્રાફિક ઉપરાંત ખાનગી શટલીયા જીપો,વાન વાળા મુસાફરો ભરવા ઉભા રહે છે તેઓ ની હપ્તાખોરી પણ આ ટ્રાફિક માં વધારો કરે છે જે તંત્ર પણ સુપેરે જાણે છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY