પાકિસ્તાનમાં ૨૫મી જુલાઇના દિવસે સામાન્ય ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણી ભારત માટે પણ કેટલીક રીતે ખુબ જ મહત્વપૂર્ણ છે. દુનિયાની નજર પાકિસ્તાન પર કેન્દ્રિત થઇ ગઇ છે. પાકિસ્તાનમાં યોજાનાર ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષો તમામ તાકાત લગાવી ચૂકી છે. આ વખતે ચૂંટણી રોચક પણ દેખાઇ રહી છે. પાકિસ્તાનમાં ચૂંટણી ઇતિહાસ પર નજર કરવામાં આવે તો જાણી શકાય છે કે ૭૧ વર્ષમાં ૪૫ વર્ષ સુધી વડાપ્રધાન રહ્યા છે. જ્યારે બાકી ૨૬ વર્ષમાં સૈન્ય શાસન રહ્યુ છે. પાકિસ્તાનમાં સૌથી કમનસીબ બાબત એ છે કે ત્યાં ૨૯ વડાપ્રધાન થઇ ચુક્યા છે પરંતુ કોઇ પણ વડાપ્રધાને તેમની અવધિ પૂર્ણ કરી નથી. સૌથી ઓછી અવધિ ચાર દિવસની રહી છે જ્યારે સૌથી વધારે અવધિ ૧૫૪૭ દિવસની રહી છે. પાકિસ્તાનમાં વડાપ્રધાનની વાત કરવામાં આવે તો સાત વડાપ્રધાનને રાષ્ટ્રપતિ દ્વારા બંદ કરવામાં આવ્યા છે. જ્યારે છ દ્વારા રાજીનામા આપી દેવામાં આવ્યા છે. છ કાર્યકારી વડાપ્રધાન રહ્યા છે. ત્રણ વડાપ્રધાનને સુપ્રિમ કોર્ટ દ્વારા અમાન્ય જાહેર કરવામાં આવ્યા છે. ત્રણ વડાપ્રધાનની સામે લશ્કરી બળવો કરીને તેમને પદભ્રષ્ટ કરવામાં આવ્યા છે. એકની હત્યા કરવામાં આવી છે. તમામ જાણકાર લોકો સારી રીતે જાણે છે કે જનરલ અયુબ ખાન ૧૯૫૮માં ચાર દિવસ માટે વડાપ્રધાન રહ્યા હતા. ત્યારાદ પોતાને રાષ્ટ્રપતિ જાહેર કરીને ૧૪ વર્ષ સુધી રાષ્ટ્રપતિ શાસન ચલાવ્યુ હતુ. પાકિસ્તાનમાં ચાર દિવસથી લઇને ૧૫૪૭ દિવસો સુધી વડાપ્રધાનની અવધિ રહી છે. લિયાકત અલી સૌથી વધારે સમય સુધી એટલે કે ૧૫૨૩ દિવસ સુધી વડાપ્રધાન તરીકે રહ્યા હતા. મોહમમ્દ અલી ૮૪૭ દિવસ સુધી વડાપ્રધાન તરીકે રહ્યા હતા. જુલ્ફીકાર અલી ભુટ્ટો ૧૪૨૧ દિવસ સુધી વડાપ્રધાન તરીકે રહ્યા હતા. નવાઝ શરીફ ૮૯૪ દિવસ સુધી વડાપ્રધાન તરીકે રહ્યા છે. બેનેઝીર ભુટ્ટો ૧૧૧૩ દિવસ સુધી વડાપ્રધાન તરીકે રહી ચુક્યા છે. નવાઝ શરીફ જુદી જુદી અવધિમાં વડાપ્રધાન તરીકે રહી ચુક્યા છે. બ્રિટનની ગુલામીથી ભારત અને પાકિસ્તાન સ્વતંત્ર થયા હતા. બંને દેશોમાં લોકતાંત્રિક સ્થાપનાનુ અંતર એટલુ વધારે છે કે તમામને આશ્ચર્ય થઇ શકે છે. કોઇ સમય બંને એક દેશ તરીકે હતા. રાજકીય નેતૃત્વની પરિપક્વતાથી એકબાજુ ભારતમાં લોકશાહી દિન પ્રતિદિન વધુને વધુ મજબુત બનતી ગઇ છે. જ્યારે પાકિસ્તાનમાં અપરિપક્વતાના કારણે પાકિસ્તાનને જનતાંત્રિક વસુલો અને તાનાશાહી ઠોકની વચ્ચે ઝુલતા રહેવા માટે છોડી દેવામાં આવ્યુ છે. બેરકોની અંદર રહે કે બહાર રહે પાકિસ્તાનમાં સેનાની દરમિયાનગીરી ખુબ વધારે છે. પાકિસ્તાની સેના હમેંશા લોકશાહી પ્રક્રિયાઓથી ચેડા કરતી રહે છે. હવે એવા જ પાકિસ્તાનમાં ૨૫મી જુલાઇના દિવસે ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણી પર ભારતની ચાંપતી નજર કેન્દ્રિત રહેલી છે. કારણ કે પોતાના ઐતિહાસિક કારણોના કારણે બંને દેશો એકબીજા માટે હમેંશા રાજકીય મુદ્દા તરીકે રહ્યા છે. માત્ર ચૂંટણી ગતિવિધી જ નહીં બલ્કે પાકિસ્તાનમાં લોકશાહીની જે દશા થઇ છે તેનાથી પણ અનેક બાબતો સિખવા જેવી રહેલી છે. પાકિસ્તાનમાં લોકશાહી મુલ્યોને લઇને કોઇને પડી નથી. રાજકીય નેતૃત્વને આની કોઇ ચિંતા રહેલી નથી. આવી સ્થતીમાં પાકિસ્તાન આજે કેવી સ્થતીમાં છે તે તમામ લોકો સારી રીતે જાણે છે. પાકિસ્તાનમાં જીતનાર હમેંશા સિકંદર હોતા નથી તે બાબત પણ તમામ લોકો સારી રીતે જાણે છે. જનતા ઇચ્છે તો મુક્દર બદલી શકે છે. જા જીતા વહીં સિકન્દરને પોતાની સફળતા માચે મુળતંત્ર સમજી લેનારને પાકિસ્તાનથી બોધપાઠ થઇ શકાય છે. પાકિસ્તાની સેનાની મહેરબાનીના કારણે વર્ષ ૧૯૯૦માં નવાઝ શરીફ વડાપ્રધાન બન્યા હતા. આજે સેનાના કારણે જ નવાઝ શરીફ જેલમાં છે. રાજકીય સફળતાની ઉતાવળમાં ખોટા માધ્યમનો ઉપયોગ માત્ર વ્યક્તને નહી બલ્કે દેશને પણ કઇ સ્થતીમાં પહોંચાડી શકે છે તે બાબત માટે પાકિસ્તાન શ્રેષ્ઠ દાખલા તરીકે છે. મોહમ્મદ અલી ઝિણાની રાજકીય મહત્વકાંક્ષાના કારણે અંગ્રેજાને ભારતના ટુકડા કરવાની ફરજ પાડી હતી. ત્યારબાદ પાકિસ્તાનના નેતાઓએ તેમની મહત્વકાંક્ષાના કારણે સેનાને એવી તાકાત આપી દીધી હતી જેના કારણે પાકિસ્તાનમાં લોકશાહી આજે પણ ફફડી રહી છે. પાકિસ્તાન મુસ્લમ લીગ અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી જનતામાં પોતાની પક્કડને જાળવી રાખવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. સેના પોતાના મહત્વને જાળવી રાખવા માટે તૈયાર છે. તમામ જાણકાર લોકો કહી રહ્યા છે કે નવાઝ શરીફને સત્તાથી દુર રાખવા માટે સેના પરોક્ષ રીતે પોતાની રીતે તમામ પગલા લઇ રહી છે. એવા તમામ પાસાનો ઉપયોગ સેના કરી રહી છે જેવા પ્રયાસો કોઇ સમય નવાઝ શરીફને સેનાના વડા બનાવવા માટે કરવામાં આવ્યા હતા.પાકિસ્તાનમાં શાંતિ ભારત માટે ઉપયોગી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




