ધાર્યા કરતાં વધુ ઝડપથી સમુદ્રોનું તાપમાન વધી રહ્યું છેઃ અભ્યાસ

0
4

લોંસ એંજલ્સ,તા.૧૩
ગ્રીન હાઉસોના ગેસ દ્વારા જમા થતી ઉષ્ણતા અગાઉ વિચારાયું હતું તેથી ઊલટું વધુ ઝડપથી સમુદ્રનું ઉષ્ણતામાન વધારે છે, એવું એક અભ્યાસમાં જણાવાયું છે. આ અભ્યાસ વધુમાં જણાવે છે કે છેલ્લાં પંદર વર્ષમાં ગ્લોબલ વો‹મગ વિશેના કરાયેલા દાવાઓ પાયાવિહોણા હતા.
અમેરિકાના બાર્કલીમાં આવેલી યુનિવર્સિટી આૅફ કેલિફોર્નિયાના ગ્રેજ્યુએટ વિદ્યાર્થી ઝેકે હાઉસ ફાધરે જણાવ્યું હતું કે, ગ્લોબલ વોર્મિંગ ક્યાં થાય છે તે જાવું હોય તો સમુદ્રમાં જુઓ. કલાઈમેટના ફેરફારો માટે સમુદ્રની ગરમી ખૂબ જ મહત્વની છે અને અમારી પાસે જબરજસ્ત પુરાવાઓ છે કે આપણે ધારીએ છીએ એ કરતાં દરિયામાં વધુ ઝડપથી વો‹મગ થાય છે, એવું તેમણે જણાવ્યું હતું.
દરિયાની ગરમી કલાઈમેટ ચેન્જ સર્જવામાં મહ¥વની ભૂમિકા ભજવે છે, કેમ કે ગ્રીન હાઉસો ગેસની વધારાની સોલાર એનર્જીના ૯૩ ટકા એનર્જી વિશ્ર્વના સમુદ્રોમાં જમા થાય છે. ભૂમિ પરના ઉષ્ણતામાનથી ઊલટું અલ નિનો અથવા જવાળામુખી ફાટવા જેવી ઘટનાઓને લઈને પ્રત્યેક વર્ષે કલાઈમેટમાં પરિવર્તન સર્જાતું નથી.
જર્નલ સાયન્સમાં પ્રકાશિત થયેલ આ નવું વિશ્ર્‌લેષણ જણાવે છે કે દરિયાઈ ઉષ્ણતાના ત¥વોના ટ્રેન્ડ કલાઈમેટના પરિવર્તનો માટેના જાણીતા મોડેલો સાથે મૅચ થાય છે અને આને લઈને ખબર પડે છે કે સમુદ્રી વો‹મગ એકંદરે વધી રહ્યુ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY