વડોદરા,તા.૧૩
ઉતરાયણ પર્વને લઈને લટકતા દોરાને કારણે અનેક અકસ્માતો થઈ રહ્યા છે. જેમાં શહેરના કિશનવડી રોડ પર એક એÂક્ટવા ચાલક મહિલાને મોઢાના ભાગે દોરો આવી હતા હોઠ ની આજુબાજુ ગંભીર ઇજા પહોંચી હતી. ગંભીર હાલતમાં મહિલાને ઇજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યાં ૨૫૦ ટાંકા લેવા પડયા હતા.
વડોદરા શહેરમાં રોજેરોજ પતંગના દોરાને કારણે અકસ્માતો નોંધાઇ રહ્યા છે ગતવરોજ એક બાઇક ચાલકને પણ પતંગનો દોરો ગળાના ભાગે આવી જતા ગંભીર ઇજા પહોંચી હતી. જ્યારે આજે વધુ એક મહિલા પતંગના દોરાનો ભોગ બની હતી. કિશનવાડી રોડ પર ડિમ્પલ દરજી નામની મહિલા મોપેડ લઈને જતી હતી.
તે દરમિયાન મોઢાના ભાગે દોરો આવી જતા હોઠ નજીક બંને બાજુ મોઢું કપાઈ ગયું હતું. મહિલાને તાત્કાલિક ખાનગી દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યાં તબીબો એ શસ્ત્રક્રિયા કરી અને સારવાર શરૂ કરી હતી. મોઢાના ભાગે ૨૫૦ ટાંકા લઈને મહિલાની સારવાર શરૂ કરવામાં આવી હતી. હાલ મહિલાની હાલતમાં સુધારા પર છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





