‘એક્વામેન અન્ડર વૉટર’ને ન્યાય આપી નથી શકી : જેમ્સ કેમેરોન

0
5

લોસ એન્જલ્સ,તા.૧૫
હોલિવૂડના મોખરાના ફિલ્મ સર્જક જેમ્સ કેમેરોને કહ્યું હતું કે જળમગ્ન (અન્ડરવાટર) વાતોને રજૂ કરતી ફિલ્મો બનાવવી બહુ મોટો પડકાર છે. એક્વામેન ફિલ્મ આવી કથાને યોગ્ય ન્યાય આપી શકી નહોતી. આ ફિલ્મ વાસ્તવિક નહોતી.
જા કે રસપ્રદ વાત એ છે કે એક્વામેનની સિક્વલની હાલ જારદાર તૈયારી ચાલી રહી છે. જેમ્સ કેમેરોનની વાત કરીએ તો એ પોતાની હિટ ફિલ્મ અવતારની સિક્વલની તૈયારીમાં બીઝી છે. એણે એમ પણ કહ્યું હતું કે જેમ્સ વાનની સુપરહીરો ફિલ્મ ‘ફન’ પણ વાસ્તવિકતાથી જાજનો દૂર હતી.
‘હું આ પ્રકારની ફિલ્મો બનાવી શકું નહીં કારણ કે એમાં સ્વપ્ન જેવી વાતો મૂકવી પડે. આવી વાતો વાસ્તવિક નથી હોતી. સપનામાં જાવા મળે એવું કંઇક એમાં દેખાડવું પડે. એમાંય અન્ડર વાટર કથા ધરાવતી ફિલ્મો બનાવવી એ લોઢાના ચણા ચાવવા જેવું કપરું કામ છે. એને તમે કોઇ રીતે વાસ્તવિક સ્વરૃપે રજૂ કરી શકો નહીં. એ નરી પરીકલ્પના હોય છે. ઊંડા પાણીની સૃષ્ટિ આખી અલગ છે. એમાં તમે સંસારી કથા અને શુભ અશુભની ફાઇટ વગેરે દેખાડવા મથો એ સહેલું નથી. કમ સે કમ હું આવી ફિલ્મો ન બનાવી શકું’ એમ કેમેરોને કહ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY