સુરત,તા.૧૧
ઉધના વિસ્તારમાં એક સાસુએ પોતાની દીકરી સાથે પ્રેમલગ્ન કરનાર જમાઈને ગુપ્તાંગ અને ગળું દબાવી મારી નાખવાની ધમકી આપી હતી.જેથી જમાઈ ફરિયાદ કરવા માટે ઉધના પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસ પણ આશ્ચર્યમાં મુકાઈ હતી. બાદમાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
ઉધના બીઆરસી નજીક આવેલા પ્રભુનગરમાં રહેતા અને બોબીન ભરવાનું કામ કરતો મૂળ યુપીનો વતની સૌરભ ગંગાચરણ શંખવાડએ અશ્વિની નામની મરાઠી યુવતી સાથે ભાગીને પ્રેમલગ્ન કર્યાં હતાં. બાદમાં પોલીસ ફરિયાદ થતાં સૌરભની પોલીસે ધરપકડ કરી હતી. જા કે, બાદમાં તેને જામીન પર છોડાવીને લગ્ન કરાવી દેવામાં આવ્યાં હતાં. અને આ દરમિયાન ૩ માસનો ગર્ભ હોવાનું કહેતા સૌરભે ઉમેર્યું હતું કે, આ ગર્ભને સાસુ રંભા અને સુરેશ વાનખેડેએ પડાવી નાખ્યો હતો.
સૌરભે જણાવ્યું હતું કે, તેની પત્નીને અન્ય સાથે લફરૂં હતું. અને તેણીને વારંવાર રંગેહાથ ઝડપી હતી. જેથી સાસુએ ધમકી આપી હતી કે, જા કોઈને વાત કરીશ તો તારા જામીન રદ્દ કરાવી ફરી જેલમાં પુરાવી દઈશ. મજબૂર સૌરભ ચૂપચાપ રહ્યો હતો. બે મહિનાથી પત્ની તેની માતાના ઘરે પિયરમાં જતી રહી હતી. જેથી ગુરૂવારે બપોરે ચૌટાપૂલ લઈ જવાની જીદ પકડીને સૌરભને બોલાવ્યો હતો.બાદમાં માતાના હાથે લાત અને મુક્કાથી માર માર્યો હતો. ગુપ્તાંગ અને ગળાના ભાગે ઈજાઓ સાથે સૌરભ ઉધના પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



