ન્યુ દિલ્હી,તા.૧૧
રાફેલ મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પ્રહારો કરતા વડાપ્રધાન મોદીને ભ્રષ્ટ કહ્યાં હતા અને સાથે જ દેશના રક્ષામંત્રી નિર્મલા સીતારમણ પર એકાએક ફાંસ જવા પર સવાલો ઊભા કર્યા હતા. રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સની થોડીવાર પછી ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ પણ પ્રેસ કોન્ફરન્સ કરી રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા.
તેમણે કહ્યું કે, અસત્યના આધાર પર દેશમા ભ્રમ ફેલાવી રાહુલ ગાંધી પોતાની રાજકિય ઇમારત બનાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. એર ચીફ માર્શ બી. એસ. ધનોઆએ રાફેલ ડીલને ગેમ ચેન્જર ગણાવી છે, જ્યારે બીજી તરફ રાહુલ ગાંધી તેનાથી વિપરીત કહી રહ્યાં છે. હવે દેશની જનતા નક્કી તેઓ કોના પર વિશ્વાસ કરે એર ચીફ માર્શલ ધનોઆ પર અથવા રાહુલ ગાંધી પર. દેશની સુરક્ષા સાથે જે છેડછાડ કરશે તેને સૌની સામે લાવવામાં આવશે.
તેમણે સ્પષ્ટ કહ્યું કે, રાહુલ ગાંધી પોતાને દેશના સુપ્રીમ કોર્ટ, ભારત અને ફ્રાંસ સરકાર અને સાથે જ એર ચીફ માર્શલથી પણ મોટા સમજીને દેશની સુરક્ષા સાથે છેડછાડ કરી રહ્યાં છે. રાહુલ ગાંધી એક મીડલ મેન પરિવારમાંથી છે જ્યાં મીડલમેનને ઘણું મહત્વ આપવામાં આવે છે.
સંબિત પાત્રાએ કÌš કે, રાહુલ ગાંધીએ વર્ષ ૨૦૧૪ પહેલાં થયેલા દરેક કરારમાંથી પૈસા કમાયા છે. તેઓ દેશની સુરક્ષાને ખતરામાં નાખી રહ્યાં છે. રાહુલ ગાંધી પ્રાઇવેટ જેટમાં ફરવા જાય છે તો શું જણાવીને જાય છે અથવા તેને કોઇ સવાલ કરવામાં આવે છે. તો પછી તેમને તેવું કેમ લાગે છે કે તેમને દરેક પુછીને કામ કરે. જેમનો પુરો પરીવાર ભ્રષ્ટ છે તેઓ આજે બીજા પર આંગળી ઉઠાવી રહ્યાં છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





