પ્રેમિકાના વિરહમાં હિંસક બનેલા ગધેડાના વિવાહ કરાવાયા

0
38

બેંગ્લુરુ,તા.૨૧
કર્ણાટકના હૂરા ગામમાં લોકોને એક અનોખા લગ્નમાં જાડાવાની તક મળી હતી. લગ્ન દરમિયાન દૂર ગામથી આવેલી વધૂ શરમાવાના બદલે લાતો મારી રહી હતી. જા કે લગ્નવિધિમાં તે થોડી ડરેલી જણાઇ હતી. બીજી તરફ ચાર વર્ષના વરની હિંસક આદતોથી લગ્નના મહેમાનોમાં ચિંતાનો માહોલ જાવા મળ્યો હતો. ગામના લોકોએ વરના લગ્ન પણ એજ આશાથી કરાવ્યા હતા કે લગ્ન પછી તે પોતાની હિંસક વૃત્તિને છોડી દે, ખાસ કરીને લોકોને કરડવાની.
કર્ણાટકના હૂરા ગામમાં એક ગર્દભ (ગધેડા)જાડુ રહેતુ હતું. ત્યાં સુધી બધુ ઠીક હતું પરંતુ ફિમેલ સાથીને એક દિપડા દ્રારા શિકાર બનાવ્યા બાદ તેના વિરહમાં ગધેડામાં આક્રમક બદલાવો આવ્યા હતા. તે ગામના લોકો પર આક્રમણ કરીને તેમને કરડતો અને ઇજા પહોંચાડતો હતો. જેથી ગામના લોકોએ તેને એક સાથી આપવાનો વિચાર કરતા ફિમેલ સાથીની તપાસ હાથ ધરી હતી. દૂરના ગામ ચમરાજનગરમાંથી એક યોગ્ય સાથી મળતા તેમણે માલિકને સંપૂર્ણ ઘટના જણાવી હતી. આથી માલિક પણ ફિમેલ ગર્દભને વિનામૂલ્યે આપવા તૈયાર થયો હતો.
ગામના લોકો ગધેડાની સાથી શોધવા માટે પહેલાંથી ભંડોળ ભેગું કરી ચૂક્્યા આથી તેમણે એ ભંડોળથી લગ્ન સમારોહ યોજવાનું નક્કી કર્યું હતું. તેમણે વર-વધૂ માટે કપડા ખરીદ્યા હતા અને લગ્ન વિધિસર કરવા માટે પૂજારીને પણ બોલાવ્યા હતા. લગ્નમાં ગધેડાએ તેની વધૂને મંગળસૂત્ર પણ પહેરાવ્યું હતું. વિધિસરલગ્ન બાદ મહેમાનોમાં મિઠાઇ વેચવામાં આવી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY