વડોદરા,તા.૧૮
વડોદરાના આજવા રોડ પર આવેલી સયાજીપાર્ક સોસાયટીમાં એક ગમખ્વાર ઘટના બની હતી. સયાજીપાર્ક સોસાયટીના એક ઘરના ધાબા પર સુતેલા માતા પુત્રીની કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી. હત્યારા આરોપીએ કોઇ અદાવતમાં માતા-પુત્રીને વહેલી પરોઢે ૩ વાગે જ મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ ઘટનામાં અજાણ્યા શખ્સોએ માતા પુત્રીને બેઝબોલના ફટકા મારીને હત્યા કરી હતી. ઘટનાને અંજામ આપ્યા બાદ તેઓ ત્યાંથી ફરાર થઇ ગયા હતા.
આ ઘટનાની જાણ સવારે થઇ હતી. જેથી ઘટના સ્થળે લોકો ભેગા થઇ ગયા હતા. ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે બન્ને મૃતદેહોને પોતાના કબજામાં લઇને પીએમ અર્થે હોસ્પિટલ મોકલીને આગળની તપાસ હાથ ધરી હતી. પોલીસને આ ઘટનામાં હત્યા પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનું જાણવા મળે છે.
પોલીસને સ્થળ પરથી હત્યામાં વપરાયેલ લોહીથી ખરડાયેલ બેઝબોલ અને હત્યામાં ઉપયોગમાં લીધેલ હેન્ડ ગ્લોવ્ઝ મળી આવ્યા છે. આ ખૂની ખેલ આજવા રોડ ઉપર આવેલી જી-૩૨, શિવમ સોસાયટીમાં રહેતા પ્રિયકાંત ઉર્ફ ભૈલુ કિશોરભાઇ સોલંકી (ઉં.વ.૨૫)એ ખેલ્યો હોવાનું મનાય રહ્યુ છે. સ્થાનિક લોકોમાંથી મળેલી માહિતી પ્રમાણે, પ્રિયકાંત ઉર્ફ ભૈલુ વચ્ચે પ્રેમસબંધ હતો. પાયલના લગ્ન થઇ ગયા બાદ પાયલે તેની સાથેના સબંધ તોડી નાંખ્યા હતા. આથી પ્રિયકાંત ઉર્ફ ભૈલુએ આ ખૂની ખેલ ખેલ્યો હોવાનું કહેવાય છે.
બાપોદ પોલીસે બેવડી હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ સાથે આ બેવડી હત્યામાં સંડોવાયેલ મનાતા પ્રિયકાંત ઉર્ફ ભૈલુ કિશોરભાઇ સોલંકીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





