પૈસાની લેતી-દેતીમાં લોન કન્સલ્ટન્ટે ઝેરી દવા પીને આપઘાત કરતા ખળભળાટ

0
14

રાજકોટ,તા.૧૫
નિર્મલા કોન્વેન્ટ રોડ પરની સાવન રેસિડન્સીમાં રહેતા લોન કન્સલ્ટન્ટે રૂ.પ૦ લાખની લેતીદેતીને કારણે ઝેરી દવા પી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. એક માસ પૂર્વે પણ તેમણે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. લોન કન્સલ્ટન્ટે લખેલી ૧૦ પેજની સ્યુસાઇડ નોટ કબજે કરી પોલીસે તપાસ શરૂ કરી હતી. મળતી માહિતી મુજબ નિર્મલા કોન્વેન્ટ રોડ પર તિરુપતિનગર-રમાં આવેલી સાવન રેસિડન્સીમાં રહેતા અને બેંક લોન અપાવવાનું કામ કરતા સુધીરભાઇ દુર્લભભાઇ કોઠારી (ઉ.વ.પ૩)એ શુક્રવારે સવારે પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી.
ઘટનાની જાણ પોલીસને કરતાં ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે તપાસ કરતાં આપઘાત પૂર્વે સુધીરભાઇએ લખેલી ૧૦ પેજની સ્યુસાઇડ નોટ મળી આવી હતી. સુધીરભાઇ કોઠારી બેંક, મંડળી અથવા પેઢીમાંથી લોન અપાવવાનું કામ કરતા હતા, જુદી-જુદી વ્યક્તિઓને ર લાખથી માંડી રૂ.૧૯ લાખ સુધીની લોન અપાવી હતી. લોન લેનાર લોકો દ્વારા લોન ભરપાઇ નહીં થતાં નાણાં ધીરનારાઓ દ્વારા સુધીરભાઇ પાસેથી નાણાની ઉઘરાણી શરૂ કરવામાં આવી હતી.
રાજેશ પટેલ (આરકે) નામનો શખ્સ પઠાણી ઉઘરાણી કરી ધમકાવતો હોવાનું તેમજ બિપિન ચંદારાણા નામના શખ્સનો પણ ચિઠ્ઠીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પૈસાની ઉઘરાણીથી કંટાળી સુધીરભાઇ કોઠારીએ એક મહિના પૂર્વે પણ આપઘાતની કોશિશ કરી હતી. પિતા-પુત્ર ઘરે એકલા હતા ત્યારે સુધીરભાઇએ અંદાજે રૂ.પ૦ લાખની લેતીદેતી અને આર્થિક સંકડામણથી કંટાળી પગલું ભરી લીધું હતું. સ્યુસાઇડ નોટના અભ્યાસ બાદ જવાબદારો સામે ગુનો નોંધાશે તેમ પોલીસે જણાવ્યું હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY