ઉત્તર પ્રદેશમાં યોગી-મોદી પોસ્ટરકાંડમાં લખનઉથી ૩ની ધરપકડ

0
4

લખનઉ,તા.૧૩
શહેરમાં લખનઉમાં યોગી ફોર પીએમનાં હોર્ડિગ લાગ્યા હતા. આ બેનરો પર યોગી ફોર પીએમ લખ્યું છે.એક તરફ વડા પ્રધાન મોદીની તસવીર છે, તો બીજી તરફ યોગીની. મોદીની તસવીરની નીચે લખ્યું છે, જુમલેબાજીનું નામ મોદી અને યોગીની તસવીર નીચે લખ્યું છે- હિંદુત્વના બ્રાન્ડ યોગી. આ વિવાદાસ્પદ બેનરોને મામલે લખનઉમાંથી ત્રણને ગિરફતાર કરાયા હતા.
રાજધાનીમાં ૨-૩ સ્થાનો પર હોર્ડિગ રાતોરાત લગાવાયા છે. જ્યારે સવારે લોકોની નજર તેના પર પડી તો લોકો હેરાન થઈ ગયા હતા. કોઈએ આ વાતની જાણ પોલીસને કરી દીધી હતી. બેનરમાં લખ્યું હતું કે- સૌથી ઉપર લખ્યું કે, યોગી લાવો, દેશ બચાવો. એક તરફ વડા પ્રધાન મોદીની તસવીર છે, તો બીજી તરફ યોગીની તસવીર છે. નીચે લખ્યું છે. જુમલેબાજીનું નામ મોદી અને યોગીની તસવીર નીચે લખ્યું છે- હિંદુત્વના બ્રાન્ડ યોગી.
આ હોર્ડિગ ઉત્તર પ્રદેશ નમનિર્માણ સેનાએ લગાવ્યા છે. પોલીસે આ ઘટનાને ધ્યાનમાં લઈ વધુ પોલીસે તપાસ હાથ ધરી હતી. એ તપાસ બાદ ગુરુવારે મોડેથી પોલીસે ત્રણની ધરપકડ કરી હતી. આ ત્રણમાં બેનરની ડિઝાઇન કરનારા અને તેને છાપનારાની પણ ધરપકડ કરાઈ છે. આ ત્રણમાં ઉન્નાવના સુમિત પાસી, બહરિયાચના ઇકરામુદ્દીન અને લખનઉના મનીષ અગ્રવાલનો સમાવેશા થાય છે.
આ વિવાદિત બેનરના ડિઝાઇન કરવા માટે વપરાયેલું કમ્પ્યૂટર પણ જપ્ત કરાયું છે, ત્યારે હજુ એક ફરાર છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY