લખનૌ,તા.૧૫
રાફેલ ડીલ પર સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ દેશના રાજકારણમાં નવો ગરમાવો આવી ગયો છે. કેન્દ્રની મોદી સરકાર અને ભાજપ નેતાઓએ સુપ્રીમ કોર્ટ દ્વારા રાફેલ ડીલમાં ક્લીન ચીટ મળ્યા બાદ રાહુલ ગાંધી અને કોંગ્રેસ ઉપર જારદાર હુમલા ચાલુ કરી દીધાં છે. તો સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે આ મામલે કોંગ્રેસને અણધાર્યો આંચકો આપતા કહ્યું છે કે રાફેલ કેસમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો અંતિમ છે, આ મામલે હવે કોઇ ટિપ્પણી કરવાનો અર્થ નથી.
રાફેલ ડીલ મામલો સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ને સોંપવાની કોંગ્રેસની માંગ અંગે અખિલેશ યાદવે કહ્યું હતું કે હવે JPC અમારી માંગ નથી. આ માંગ ત્યારે હતી જ્યારે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો નહોતો.
ઉલ્લેખનીય છે કે રફાલ સોદા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં આવેલા ચુકાદા બાદ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને કોંગ્રેસના વરીષ્ઠ નેતા મલ્લિકાર્જૂન ખડગેએ પણ અનેક સવાલો ઉઠાવ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




