યોગીએ કાંજી હાઉસનું નામ બદલીને ગૌ-સંરક્ષણ કેન્દ્ર કરી દીધુ

0
14

૧૦ જાન્યુ.સુધી નિઃસહાય રખડતા પશુઓને ગૌ-સંરક્ષણ કેન્દ્રોમાં પહોંચાડવા આદેશ
લખનૌ,તા.૪
શહેરોના નામ બદલ્યા બાદ હવે ફરી એકવાર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કાંજી હાઉસનુ નામ બદલીને ગૌ-સંરક્ષણ કેન્દ્ર કરી દીધુ છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તમામ જિલ્લા અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે આગામી ૧૦ જાન્યુઆરી સુધી નિસહાય તેમજ રસ્તા પર રખડતા પશુઓને ગૌ-સંરક્ષણ કેન્દ્રોમાં પહોંચાડવામાં આવે. આ રીતે હવે યુપીના પ્રત્યેક જિલ્લામાં કાજી હાઉસનુ નામ ગૌ સંરક્ષણ કેન્દ્ર કરી દેવામાં આવશે.
મુખ્યમંત્રીએ ગૌવંશના સંરક્ષણ માટે વીડિયો કોન્ફ્રન્સિંગમાં માધ્યમથી તમામ જિલ્લા અધિકારીઓને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન CM યોગીએ જિલ્લા અધિકારીઓને કાંજી હાઉસનુ નામ બદલીને ગૌ સંરક્ષણ કેન્દ્ર રાખવાના નિર્દેશ આપ્યા છે. સાથે જ તમામ ગૌ સંરક્ષણ કેન્દ્રોમાં પશુઓના ચારા, પાણી અને સુરક્ષાની તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવાના પણ આદેશ આપ્યા છે. તેમજ ત્યાં ફેન્સિંગની વ્યવસ્થા તેમજ તેમની દેખરેખ માટે એક વ્યક્તિની નિમણૂંક કરવાનો આદેશ પણ આપ્યો છે.
CM યોગીએ, રસ્તા પર રખડતા પશુઓના માલિક વિશે જાણકારી મેળવી તેમની વિરુદ્ધ સખત કાર્યવાહી તેમજ દંડ વસૂલવાની જાગવાઈની વાત પણ કહી હતી. ઉલ્લેખનીય છે કે, મંગળવારે મંત્રિમંડળની બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તાએ જણાવ્યુ હતુ કે, ગૌવંશીય પશુઓની અસ્થાયી આશ્રય સ્થાનોની સ્થાપના તેમજ સંચાલન માટે ઉદ્યોગકારો, સંસ્થાઓ પાસેથી ગૌ કલ્યાણ ઉપકર (સેસ) લેવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY