કોંગ્રેસના ગઢ રાયબરેલી અને અમેઠીમાં બન્ને પક્ષો ઉમેદવાર નહીં ઉતારે
લખનૌ,તા.૧૧
પહેલી વખત બહુજન સમાજ પાર્ટી (બસપા)ના સુપ્રીમો માયાવતી અને સમાજવાદી પાર્ટી (સપા)ના અધ્યક્ષ અખિલેશ યાદવ શનિવારના રોજ એટલે કે આવતીકાલે લખનઉમાં એક પત્રકાર પરિષદ કરી રહ્યાં છે. આ વાત પરથી કયાસ કાઢવામાં આવી રહ્યો છે કે બંને આગામી લોકસભા ચૂંટણી માટે ગઠબંધનની જાહેરાત કરી શકે છે. સાથો સાથ આ દરમ્યાન સીટો વહેંચણીને લઇ જાહેરાત કરી શકે છે. એવી અટકળો છે કે બંને પક્ષ ગઠબંધનમાં કાંગ્રેસને સામેલ કરશે નહીં અને યુપીમાં ૩૭-૩૭ સીટો પર ચૂંટણી લડશે. ગાંધી પરિવારના પરંપરાગત ગઢ અમેઠી અને રાયબરેલીમાં ગઠબંધન ઉમેદવાર ઉતારશે નહીં. પત્રકાર પરિષાદ બપોરે ૧૨ વાગ્યે થશે. યુપીના રાજકારણ અને ખાસ કરીને બસપા-સપા માટે શનિવારનો દિવસ ખૂબ અગત્યનો હશે.
આ પત્રકાર પરિષદમાં કાંગ્રેસને સામેલ કરાશે નહીં. એવામાં એ વાતની પૂરી સંભાવના છે કે કાંગ્રેસ બંનેના ગઠબંધનનો હિસ્સો હશે નહીં. પહેલાં એમ કહેવાઇ રહ્યું હતું કે માયાવતી પોતાના જન્મદિવસ (૧૫મી જાન્યુઆરી) પર ગઠબંધનની જાહેરાત કરી શકે છે પરંતુ જાઇન્ટ પીસીની તારીખ નક્કી થવાની સાથે જ આ એલાન હવે પહેલાં થવાનું મનાય છે.
યુપીમાં ૮૦ લોકસભા સીટો છે. કહેવાય છે કે બંને પાર્ટીઓ ૩૭-૩૭ લોકસભા સીટો પર ચૂંટણી લડી શકે છે. કાંગ્રેસાના ગઠબંધનમાં સામેલ થવાની સ્થિતિમાં તેમણે માત્ર તેની પરંપરાગત બે સીટો અમેઠી અને રાયબરેલી જ અપાશે. આરએલડી પણ આ ગઠબંધનમાં સામેલ થવાની શકયતા છે, જેને ૨થી ૩ સીટો આપી શકે છે.
એમ પણ કહેવાય છે કે જા અખિલેશ અને માયા ગઠબંધન કરે છે તો ૨૫ વર્ષ પહેલાંનો કરિશ્મ ફરીથી દોહરાવી શકે છે. જ્યારે સપા સુપ્રીમો મુલાયમ સિંહ યાદવે પણ કાંશીરામની સાથે ભાજપને રોકવા માટે હાથ મિલાવી યુપીમાં સરકાર બનાવી હતી. મુલાયમ સિંહ યાદવના દીકરા અખિલેશ યાદવ અને કાંશીરામના ઉત્તરાધિકારી માયાવતીનું આ પગલું ફરી એકવખત ભાજપને રોકવા માટે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




