બ્રાંડ વેલ્યુની યાદીમાં કોહલીએ બોલિવૂડના સ્ટારને માત આપી

0
5

મુંબઈ,તા.૧૧
ઓસ્ટ્રેલિયાની ધરતી પર વિજય મેળવ્યા પછી કેપ્ટન કોહલીની ચારે તરફ વાહ વાહ થઈ રહી છે. તેની કેપ્ટનશીપ વિશે કેટલાય સિનિયર ખેલાડીઓ પણ વખાણ કરી ચુકવ્યા છે. મામલો બેટિંગનો હોય કે, કેપ્ટનશીપમાં દરેક મુદ્દે તેમે પ્રથમ ક્રમ મેળવીને પોતાની ક્ષમતા પુરવાર કરી દીધી છે. એક રિપોર્ટ અનુસાર વિરાટ કોહલીએ બ્રાંડ વેલ્યુની યાદીમાં કોહલીએ બોલિવૂડના સ્ટારને પણ પાછળ રાખી દીધા છે.
ભારતના બીજી હસ્તીઓની સરખામણીમાં કોહલી પ્રથમ ક્રમે રહ્યો છે. બ્રાંડ વેલ્યુની બાબતમાં તેણે બીજા સેલિબ્રિટીઓએ પાછળ રાખી દીધા છે. ટીમ ઈન્ડિયાના આ કેપ્ટન સ્ટારનો દબદબો સતત બીજા વર્ષે યથાવત રહ્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY