મુંબઈ,તા.૮
મોખરાના અભિનેતા વરુણ ધવને એવી સ્પષ્ટતા કરી હતી કે હું સ્ત્રીની સિક્વલ સ્ત્રી ટુમાં કામ કરતો નથી. આ અંગે મિડિયામાં પ્રગટ થયેલા રિપોર્ટ સાવ ખોટ્ટા છે.
મિડિયાના એક હિસ્સામાં એવા રિપોર્ટ પ્રગટ થયા હતા કે જુડવા ટુ કરનારો વરુણ સ્ત્રી ટુ કરવાનો છે. પરંતુ વરુણે આ રિપોર્ટને સ્પષ્ટ શબ્દોમાં વખોડી કાઢ્યો હતો.
સ્ત્રી એક હોરર કોમેડી ફિલ્મ હતી જેણે બોક્સ આૅફિસ પર ૧૦૦ કરોડથી વધુનો બિઝનેસ કર્યો હતો. એ ફિલ્મમાં રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર ચમક્્યાં હતાં.
ત્યારબાદ એની સિક્વલની વાત શરૂ થઇ હતી. એ સાથે મિડિયામાં એવા રિપોર્ટ પ્રગટ થયા હતા કે વરુણ ધવન સિક્વલમાં રાજકુમાર રાવના સ્થાને દેખાશે. વરુણે આ સમાચારને રદિયો આપ્યો હતો. એણે કહ્યું કે મેં પણ આ સમાચાર સાંભળ્યા છે પરંતુ મને કહેવા દો કે આ સમાચાર સાચા નથી. મારી પાસે સ્ત્રી ટુની આૅફર આવી નથી અને આવે તો પણ હાલ મારી પાસે તારીખો નથી. મારી પાસે એકથી વધુ ફિલ્મો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



