ગઠબંધન બાદ હિંમત હારી ગયા ભાજપ કાર્યકરો, સપા-બસપામાં જોડાવા આતુરઃ અખિલેશનું ટ્વિટ

0
4

લખનૌ,તા.૧૩
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે બસપા સાથે ગઠબંધન બાદ આજે ભાજપ પર નિશાન સાધતા કહ્યું હતુ કે હવે ભાજપના લોકો સપા અને બસપામાં જાડાવા માંગે છે.ભાજપનુ બૂથ મેનેજેમેન્ટ ધ્વસ્ત થઈ ગયુ છે.
અખિલેશે ટ્વિટ કર્યુ હતુ કે હવે ભાજપના નેતાઓ અને કાર્યકરો હિંમત હારી ગયા છે.હવે ભાજપના કાર્યકરો કહી રહ્યા છે કે …મેરા બૂથ હુઆ ચકનાચૂર..હવે તેઓ સપા અને બસપામાં જાડાવા માટે આતુર છે.
અખિલેશે ગઈકાલે જ કહ્યું હતુ કે સપા અને બસપા સાથે આવવાથી ભારતીય રાજનીતિને નવી દિશા મળશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY