રોટરી કલબ ઓફ નર્મદા નગરી ભરૂચ દ્રારા સ્ટ્રીટ ફન ધમાલ ગેમ્સ યોજાઈ

0
172

ભરૂચ:

રોટરી કલબ ઓફ નર્મદા નગરી ભરૂચ દ્રારા સ્ટ્રીટ ફન ધમાલ ગેમ્સનું આયોજન લિંક રોડ પાસે કરવામાં આવ્યું હતું. હાલના આ મોબાઈલ અને કોમ્પ્યુટર ના યુગમાં આપણી ભુલાતી રમતો જેવી કે ભમરડા, લખોટી, ગિલ્લી દંડા, ટાયર ફેરવવું લીંબુ ચમચી દોરડા કુદ, કોથળા કુદ, દેડકાં કુદ જેવી રમતો રમવા માટે ખુલ્લી મુકવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં બાળકો અને તેમના વાલીઓએ પોતાની યાદોને તાજી કરીને ધમાલ મચાવી હતી. સતત બીજા વર્ષે પણ સફરતા પ્રાપ્ત કરનાર સ્ટ્રીટ ધમાલ માં રોટરી કલબ ઓફ નર્મદા નગરી ભરૂચના પ્રમુખ પૂનમ શેઠ અને તેમની ટીમે ભારે જહેમત ઉઠાવીને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY