લખનઉ,તા.૧૭
પોતાના વિવાદાસ્પદ નિવેદનોના કારણે હમેંશા ચર્ચામાં રહેનાર ઉત્તરપ્રદેશના બૈરિયાથી ભાજપ ધારાસભ્ય સુરેન્દ્ર સિંહ ફરી એક વખત ચર્ચાઓમાં છવાયા છે. ઉત્તરપ્રદેશમાં સપા-બસપા ગઠબંધન પર નિશાન સાધતા તેમણે કહ્યું કે સાંપ અને વીંછીનું મિલન થયું છે. માયાવતીને શુદ્ધ વેપારી ગણાવતા તેમણે કહ્યું કે માયાવતીને કેક નહીં પરંતુ ચેક જોઇએ છે. માયાવતી ગ્રાહકો શોધે છે અને ગ્રાહક તે જ મળશે જેની પાસે પૈસા હશે. કારણ કે જેની પાસે પૈસા હશે તે ટિકિટ ખરીદવાની તાકાત રાખે છે અને તે જ તેમની દુકાન પર જઇને ટિકિટ ખરીદશે.
સપા-બસપા ગઠબંધનની તુલના સાંપ અને વીંછી સાથે કરતા તેમણે કહ્યું કે સપા એટલે કે સાંપ અને બસપા એટલે વીંછી થાય છે. સાંપ અને વીંછીની જાડી સમાજને પ્રતાડના અને સંકટમાં નાંખનાર, દુખી કરનાર અને ડંખ આપનાર જ છે. માયાવતી શુદ્ધ રૂપથી વેપારી છે, તેઓ રાજકારણના વેપારી છે. તેમના રાજકારણમાં કોઈ લક્ષ્ય નથી. બસપા રાજનીતિની દુકાન છે… માયાવતી રાજનીતિની દુકાન ચલાવનાર છે અને તે ગ્રાહક શોધે છે. ગ્રાહક તે જ હશે જેની પાસે પૈસા હશે અથવા સામન ખરીદવાની શક્તિ હશે.
સુરેન્દ્ર સિંહ અહીં ન રોકાયા, તેમણે માયાવતી પર મોટો આરોપ લગાવતાં કહ્યું કે રાજકારણમાં જેને ટિકિટ ખરીદવાની શક્તિ છે, તે દુકાન ચલાવે છે … માયાવતી માળાથી ખુશ નથી થતા તેમને તો માલ જાઇએ છે. માયાવતીજી કેકથી ખુશ થનાર મહિલા નથી, તેમને ચેક કાપીને આપવો પડે છે. માયાવતીને માળા અને કેક નહીં, પરંતુ માલ અને ચેક જોઈએ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





