નર્મદામાં ઠંડી અને હીમને કારણે જન જીવન પર ભારે અસર : 9 થી 11 ડિગ્રી વચ્ચે તાપમાનમાં પરિક્રમાવસીઓ અને ભિક્ષુકોને ભારે હાડમારી
રાજપીપળા : નમદા જીલ્લામાં બે દિવસથી ફરી ઠંડીએ જોર પકડ્યું છે, રાત્રે ઝાકળ પણ ખુબ પડે છે. હિમને કારણે ખેડૂતો ની હાલત ગંભીર બની છે ત્યારે શ્રમજીવી, ભિક્ષુકો અને પરિક્રમાવાસીઓને ખુબ મુશ્કેલી પડી રહી છે, અગાઉ ગત સપ્તાહના ોલ્ડેસ્ટ ડે રહ્યો અને તાપમાનનો પારો 9 ડીગ્રી નીચે ગગડતા લોકો ઠંડીથી ઠુંઠવાયા હતા ત્યારે રાજપીપળા ખાતે એક ભિક્ષુક ઠંડીને કારણે મોતને ભેટ્યો હતો. જયારે આજે બીજો કિસ્સો તિલકવાડાના રેંગણ (જુનુ) ગામ નિશાળ પાસે રોડ એક શ્રમજીવી મજુર દિનેશ ઉર્ફે ભુરો જેનું કોઈ આગળ પાછળ નથી તેનું રાત્રીના અકાળે મોત નીપજ્યું, અંદાજિત 50 વર્ષના દિનેશભાઈને કોઈ રોગ ન હતો પણ ખુલ્લામાં ઠંડીમાં ગમે તે ઓટલે સુઈ રહેતો હતો. જેથી ઠંડીને કારણે તેનું મોત નીપજ્યું હતું આમ નર્મદા જિલ્લામાં ઠંડીને કારણે અત્યાર સુધી બે મોત આ સીઝનમાં થયા આ બાબતે ગ્રામજનો એ પોલીસને જાણ કરતા પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધ્યો અને જેની અંતિમ ક્રિયા ગ્રામજનોએ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજપીપળા સહીત નર્મદા જીલ્લામાં સમગ્ર વિસ્તારમાં ઠંડીની લહેર પ્રસરી છે નર્મદાજિલ્લાનું તાપમાન 10 ડિગ્રી હતું અને 1.52 કિમિ ની ઝડપે પવન ફુંકાતા કડકડતી ઠંડી પડી રહી છે સવારે ધુમ્મસ અને ઝાકળ સાથે હિમ પણ પડે છે જેનાથી જન જીવન પર અસર જોવા મળી રહી છે. ત્યારે હજુ હવામાન વિભાગ ઠંડી પડશેનું જણાવી રહયા છે ત્યારે નર્મદામાં ઠંડીને કારણે બે ના મોત થી આ ઠંડી કાતિલ બની છે એમ કહી શકાય .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




