સરકાર કુંભ મેળા પાછળ પાંચ હજાર કરોડ વેડફી રહી છેઃ ઓમપ્રકાશ રાજભર

0
9

લખનઉ,તા.૨૦
સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ઓમ પ્રકાશ રાજભર હંમેશા પોતાની જ સરકાર વિરુદ્ધ નિવેદન કરીને ચર્ચામાં રહે છે. ઓમ પ્રકાશ રાજભરે બારાબંકીમાં આયોજીત કાર્યકર્તા સમ્મેલન દરમિયાન જણાવ્યું હતું કે, સરકાર કુંભ મેળા પાછળ પાંચ હજાર કરોડ રૂપિયાનો વેડફાટ કરી રહી છે
રાજભરે જણાવ્યું હતું કે, સરકાર વિકાસની જગ્યાએ મંદિર અને કુંભની તરફ જનતાનું ધ્યાન ભટકાવી રહી છે. ત્યાંજ તેમણે સરકારને અલ્ટિમેટમ આપીને જણાવ્યું હતું કે, જા સામાજીક ન્યાય સમિતિનો રિપોર્ટ લાગુ કરીને પછાત વર્ગને અનામત આપવાની ઘોષણા નહી કરે, તો તેઓ ભાજપથી અલગ થઇને ૨૫ ફેબ્રુઆરીએ તમામ ૮૦ બેઠકો પર પોતાના ઉમેદવાર ઉતારવાની ઘોષણા કરશે.
રાજભરે જણાવ્યું હતું કે, યોગીજી પાસે ગરીબો માટે ખર્ચ કરવાના નાણાં નથી પરંતુ મંદિર અને કુંભની પાછળ તેઓ ખજાનો લૂંટાવી રહ્યા છે. ૨૦૦૦ કરોડ રૂપિયા ગરીબો પાછળ ખર્ચ્યા હોત તો બધાનું ભલું થઇ જાત.
રાજભરે જણાવ્યું હતું કે, યોગીજી ગોરખપુર પીઠના મહંત છે જ્યાં દરરોજ ભક્તો ૧૦ લાખ રૂપિયા ચઢાવે છે, આટલાથી પણ તેમનું પેટ ના ભરાતા તેઓ દિલ્હીમાં લોકસભા સભ્ય બનવા ચાલ્યા ગયા હતા. ત્યાં પણ કંઇ ન થતા તેઓ લખનઉના મંદિરમાં આવી ગયા અને સીએમ બનીને બેસી ગયા છે. જ્યારે પણ આપણે તેમની સાથે વિકાસની વાત કરીએ છીએ તો તેઓ જણાવે છે કે મંદિર બની જશે તો વિકાસ થશે, મંદિરથી કોઇનો વિકાસ થયો છે?

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY