ઉત્તરપ્રદેશમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારોઃ ટ્રેનની ફ્રન્ટ સ્ક્રિન પર તિરાડ પડી

0
4

લખનૌ,તા.૨૪
દેશની સૌથી પહેલી સેમી હાઇસ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ એક વાર ફરી દુર્ધટનાનો શિકાર બની છે. શનિવારે સાંજે ઉત્તર પ્રદેશના ઔરેયા જિલ્લામાં અછલ્દા સ્ટેશની પાસેથી ટ્રેન પસાર થઇ રહી હતી, ત્યારે જ પાટાની પાસેના પથ્થર પવનને કારણે પૂર ઝડપે ચાલી રહેલી ટ્રેન સાથે અથડાયા હતા. પથ્થર એટલી ઝડપે ટ્રેન સાથે અથડાયા કે ટ્રેનની ફ્ર્‌ન્ટ સ્ક્રિન પર તિરાડ પડી ગઇ હતી અને ૭ બારીઓ તૂટી ગઇ હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, આ ઘટના ત્યારે બની જ્યારે વંદે ભારતની બાજુ માંથી રાજધાની એક્સપ્રેસ પસાર થઇ હતી. બન્ને ટ્રેનના પાટા વચ્ચે અંતર ઓછું હોવાથી પૂરઝડપે આવેલા પવનને કારણે પથ્થર ટ્રેન સાથે ટકરાયા હતા. રેલવે દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ટ્રેનની ઝડપ વધારે હોવાથી ડ્રાઇવરની વિંડસ્ક્રિન સિવાય ટ્રેનના બીજા કોચની બારીઓમાં પણ તિરાડ પડી હતી.
રેલવે દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ઘટના બાદ ટ્રેનમાં હાજર ટેક્નિકલ ટીમે નુકસાન અને સ્થિતિની તપાસ કરી હતી. તપાસ બાદ તેમણે ટ્રેનને આગળની યાત્રા કરવા માટે લીલી ઝંડી આપી દીધી હતી. ત્યારબાદ ટ્રેને સામાન્ય ગતિ સાથે આગળની યાત્રા કરી હતી. ટ્રેન રાત્રે ૧૧.૦૫ વાગ્યે દિલ્હી સ્ટેશન પર પહોંચી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY