લુધિયાણામાં કારખાનામાં આગ લાગતા ચાર લોકોના મોત

0
7

લુધિયાણા,તા.૧૦
પંજાબના લુધિયાણામાં એક કારખાનામાં આગ લાગવાથી ચાર લોકોના મોત નીપજ્યા છે. સમગ્ર મામલો લુધિયાણાના કલ્યાણ નગરનો છે. મંગળવારે સવારે એક હોઝીયરી કારખાનામાં આગ લાગી ગઈ. આગની ઘટના સવારે ૪ વાગે બની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. પરંતુ આગ લાગવાનું કારણ હજુ સુધી માલુમ પડી શકયું નથી.
લુધિયાણામાં એક હોઝીયરી કારખાનામાં બુધવારે સવારે આગ લાગી ગઈ. આગ સવારે લગભગ ૪ વાગે લાગી. જેની ચપેટમાં આવવાથી ૪ લોકોના મોત નીપજ્યા છે. ફાયરબ્રિગેડની ગાડીઓએ આગ પર કાબુ મેળવી લીધો છે. આ પહેલા પણ આગ લાગવાની ઘણી ઘટનાઓ જાવા મળી રહી છે. સોમવારે મોડી રાતે મધ્યપ્રદેશના બુઢનપુર સ્થિત પાકીજા મોલમાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં ૭ લોકો ઘાયલ થયા હતા. આગની જવાળાઓ એટલી ભયાનક હતી કે તેના પર કાબુ મેળવવા માટે ફાયરબ્રિગેડની સાત ગાડીઓ બોલાવવી પડી હતી.
ગયા બુધવારે કોલકત્તા મેડીકલ કોલેજમાં આગ લાગવાથી અફડા તફડી મચી ગઈ હતી. સવારે ૮ વાગે જ્યારે બિલ્ડીંગ માંથી ધૂમાડો નીકળવા લાગ્યો ત્યારે ફાયરબ્રિગેડને ફોન કરી બોલાવવામાં આવ્યા. સેન્ટ્રલ કોલકત્તામાં સ્થિત આ કોલેજ અને હોસ્પિટલમાં ફાયરબ્રિગેડની ૧૦ ગાડીઓએ દર્દીઓને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY