મ.પ્રદેશમાં પિકનિક મનાવવા ગયેલા ૧૦ લોકો તણાયા,૪૫ લોકોને બચાવી લેવાયા

0
12

ભોપાલ,તા.૧૬
મધ્યપ્રદેશના શિવપુરીથી ૫૫ કિલોમીટર દૂર સુલતાનગઢ નજીકના એક ઝરણામાં બુધવારે ભારે વરસાદના કારણે ઓચિંતો પાણીનો પ્રવાહ ખૂબ વધી ગયો હતો અને તેમાં ૧૦ લોકો તણાઈ ગયા હતા. પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે ભેખડો પર ફસાયેલા લોકોમાંથી પાંચને હેલિકોપ્ટરની મદદથી એરલિફ્ટ કરી બચાવી લેવામાં આવ્યા હતા.
જ્યારે અન્ય ૪૦ લોકોને દોરડાંની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. લગભગ ૧૦ કલાક સુધી ચાલેલા એ રેસ્ક્્યુ ઓપરેશનમાં મોટાભાગના લોકોને બચાવી લેવાયા છે.
સ્વતંત્રતા દિવસની રજાના કારણે સુલતાનગઢનાં ઝરણા પાસે પિકિનક મનાવવા લોકો મોટી સંખ્યામાં ઊમટ્યા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સાંજે લગભગ ચાર વાગ્યાની આસપાસ ૪૦ જેટલા લોકો ઝરણામાં નાહી રહ્યા હતા. એ દરમિયાન ભારે વરસાદના કારણે ઝરણાનું જળસ્તર ઓચિંતું વધી ગયું હતું અને ૧૦ જેટલા લોકો પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા.
શિવપુરીના એસપી રાજેશ હિંગણકરે જણાવ્યું હતું કે, ૩૦થી ૪૦ લોકો ઝરણામાં ફસાયા હોવાની માહિતા મળ્યા બાદ એનડીઆરએફની ટીમે રેસ્ક્્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ઝરણામાં પાણીનો પ્રવાહ ખૂબ વધી ગયો હતો અને તેના કારણે ૧૦ જેટલા લોકો તણાઈ ગયા હતા.
૧૦ કલાક ચાલેલા રેસ્ક્્યુ ઓપરેશન દરમિયાન દોરડાંની મદદથી ૪૦ લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે પાંચ લોકોને હેલિકોપ્ટરથી એરલિફ્ટ કરીને બહાર લાવવામાં આવ્યા હતા.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY