મ.પ્રદેશમાં હેવાનિયતની હદ : ચાલુ ટ્રેનમાં મહિલા પર દુષ્કર્મ

0
22

જબલપુર,તા.૮
મધ્યપ્રદેશમાં વિકૃતી પરાકાષ્ઠા વટાવતો એક કિસ્સો સામે આવ્યો છે. મધ્યપ્રદેશના જબલપુર જિલ્લામાં ચાલુ ટ્રેને એક મહિલા પર દુષ્કર્મ કરવાના ગુનામાં ૩૦ વર્ષીય એક મજૂરની ધરપકડ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી સોમવારે સાંજે મદન મહાસ સ્ટેશન પર વિંધ્યાચલ એક્સપ્રેસના ખાલી જનરલ ડબ્બામાં એક કચરો વિણનાર યુવતી ચઢી હતી. જ્યારે ટ્રેન ૮.૪૦ના રવાના થઈ ત્યારે પીડિય યુવતી ઉંઘી ગઈ હતી. યુવતીની એકલતાનો લાભ લઈને આરોપીએ યુવતી પર રેપ રકર્યો હોવાનું જબલપુર રેલવે પોલીસના સ્ટેશન ઈન્ચાર્જ વાય મિશ્રાએ જણાવ્યું હતું.
ટ્રેનમાં ફરજ પર હાજર ડ્યુટી ઓફિસરે મહિલાને બચાવી હતી અને ઉમેશ વાલ્મિકી (૩૨)ને ઝડપી લીધો હતો. કટની સ્ટેશને આરોપીને નીચે ઉતારીને રેલવે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો હતો. આ કેસમાં વિવિધ કલમ હેઠળ ગુનો દાખલ કરાઈ છે તેમજ હાલ તપાસ ચાલુ હોવાનું મિશ્રાએ વધુમાં જણાવ્યું હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY