જૂનાગઢ જિલ્લાને હરીયાળો બનાવવા કીસાનમિત્ર કલબનો નવતર પ્રયોગ

0
103

જંતુનાશક દવાના વિક્રેતાઓ દ્વારા જૂનાગઢ જિલ્લાના ગામે ગામ વૃક્ષોના રોપા વિનામુલ્યે વિતરીત કરી વૃક્ષારોપણ માટે ખેડુતોને પ્રોત્સાહિત કરશે.

જૂનાગઢ:
ભારતીય સંસ્કૃતિમાં વૃક્ષોનું પોતાનું મહત્વપૂર્ણ સ્થાન રહ્યું છે. આયુર્વેદના જનક મહર્ષિ ચરકે પણ વાતાવરણની શુદ્ધતા માટે વિશેષ વૃક્ષોને મહત્વ બતાવ્યું છે. અંતતોગત્વા ભૂમિ પર ઉત્પન્ન થનારા વૃક્ષોના આધાર પર ભૂમિની પસંદગી કરવામાં આવે છે.ત્યારે ગિરનારની પવિત્રભુમિ અને અને ઐાષધિય વનસંપદા ધરાવતા પ્રાકૃતિક વારસની ધરોહરનાં જૂનાગઢવાસીઓ પર્યાવરણની ખેવના કરવામાં કેમ ઊણા ઉતરે….? એ વાતની પ્રતિતીત કરાવતી વાત તાજેતરમાં જૂનાગઢનાં જંતુનાશક દવાના વિક્રેતાઓથી ગઠીત કીસાનમીત્ર કલબના સભ્યો અગ્ર મુખ્ય વનસંરક્ષક ડો. એ.પી.સિંહની ઉપસ્થિમાં સાથે મળ્યા હતા. અને આવનાર ચોમાસામાં જૂનાગઢ જિલ્લાને વધુ સારો હરીયાળો કેમ બને તે દિશામાં મંથન કર્યુ હતુ. સાથે સાથ ગત ચોમાસાની સિઝનમાં કીસાનમિત્ર કલબ દ્વારા ૧૦ હજાર જેટલા વિવિધ પ્રજાતીના વૃક્ષોના રોપાનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યુ હતુ તેની ફલશ્રૃતિ અને રોપોના ઉછેરમાં ખેડુતોના યોગદાન વિષયે સમીક્ષા કરવામાં આવી હતી.
કીસાનમિત્ર સંગોષ્ઠી પ્રસંગે જૂનાગઢના અગ્ર મુખ્ય વનસંરક્ષક ડો. એ.પી.સિંહે જણાવ્યુ હતુ કે સામાન્ય રીતે બાયોડાયવરસીટીને જંતુનાશક દવાઓ અનેક રીતે અવરોધે છે ત્યારે દવાના વિક્રેતાઓ કુદરતી પર્યાવરણીય ખલેલને નિવારવા પોતાની ઇચ્છા બળથી એકત્ર થઇ અને પર્યાવરણીય અસંતુલાની બાબતે ચિંત કરી કઇંક નવુ કરવાની જે ઈચ્છાશક્તીથી ગત વર્ષથી વૃક્ષ વાવેતર કરી પ્રકૃતિ અને પર્યાવરણના સંવર્ધનમાં પહેલ કરી છે તે આવકારદાયક છે. કુદરતે આ સષ્ટી પર અનેક જીવોની પ્રજાતી રમતી મુકી છે પણ માનવીએ પોતાના હીત ખાતર અને વધુ અન્ન ઉત્પાદન માટે જંતુનાશક દવાઓ અને રાસાયણીક ખાતરોનો વણવિચારી ઉપયોગ કરવાથી આજે કેટલીય પ્રજાતી લુપ્ત થવાના આરે આવીને ઊભી છે ડો. સિંહે ફરજકાળ દરમ્યાન બાયોડાયવર્સીટ વિભાગ અને આયુર્વેદમાં પી.એચ.ડીની પદવી મેળવ્યા સંદર્ભે ગુજરાતની વનસંપદાની તેમની અનુભવ કથન રજુ કર્યુ હતુ. તેમણે આવનાર ચોમાસામાં ક્યાં કેવા પ્રકારનાં વૃક્ષો કોણ વાવીને ઊછેરી શકે તેની વિગતો એકત્ર કરી કીશાનમિત્ર ક્લબને એકત્રીત ડેટા મુજબ જેટલા પણ વૃક્ષોની આવશ્યકતા હશે તેટલા વૃક્ષો વાવેતર માટે ફાળવણી કરી જૂનાગઢ જિલ્લાને નંદનવન બનાવવા ગુજરાત વનવિભાગ સહકાર આપશે તેમ ઉમેર્યુ હતુ.
આ તકે સૈારાષ્ટ્ર જૂંતુનાશક દવાનાં વીક્રેતા એશોસીયેશનના પ્રમુખ દેત્રોજા, વિનુભાઇ બારસીયા અને ટાટમીયાભાઇએ જૂનાગઢનાં ધરતીપુત્રોના પ્રકૃતિપ્રેમની વાત કરતા જણાવ્યુ હતુ કે હવે ખેડુતો વૃક્ષોનું વાવેતર કરવા કટીબધ્ધ બન્યા છે. ખેતરનાં શેઢે, વાડી-પડામાં કે વરંડા-ગામને પાદર જ્યાં અનુકુળ હોય અને ઉછરી શકે તેવા વૃક્ષોનું વાવેતર કરવા કીસાનમિત્ર કલબનાં સૈા સભ્યો સાથે મળીને ઝુંબેશ હાથ ધરીશુ કીસાન મિત્ર કલબ દ્વારા એક વૃક્ષવિતરણ રથ દ્વારા જિલ્લાના ગામે ગામ દવાના વિતરણકેન્દ્રના સહયોગ સાથે ઝાડનું વાવેતર કરી સંવર્ધન થાય, લુપ્ત થતી પ્રજાતીના વૃક્ષોનું વિશેષ કાળજી પુર્વક વાવેતર અને સંવર્ધન થાય તેની પરવા કરવામાં આવશે. : ‘વૃક્ષો વાવો, જીવન બચાવો’, ‘વૃક્ષ જતન, આબાદ વતન’, ‘એક બાળ, એક ઝાડ’, સુત્રો સાથે ખેડુતોને લીમડાના બીજનું પણ વિતરણ કરવામાં આવશે.
અહો ધરતી મૈયા! મુગ્ધ આવ્યાં તવ બાળ- તારે ખોળે હુલાવજે એને ચિરકાળ
જોને નાનેરાં નાજુક અહીં આવ્યાં તવ બાળ!- અરી! હો! ધરતી મૈયા મુગ્ધ આવ્યાં તવ બાળ
બીજ નાના સૌ ઝંખે છે જીવનનાં નૂર- છોડ ઝંખે છે મીઠા તવ હાલાનાં સૂર
ખોલી વનરાઈ સમાં ભરજો એ વ્યોમ- ફળે ફૂલે એ ભરજો અમ છલકાતી ભોમ
વૃક્ષો અને વિવિધ છોડવાઓ તો અનેક લોકો દર વર્ષ વાવે છે પરંતુ વૃક્ષારોપણની યોગ્ય ટેકનીકના અભાવે મોટા ભાગના વાવેતર કરેલા વૃક્ષો છોડવાઓ નાશ પામે છે અને આપણને તેનું જોઈએ તેવું પરિણામ મળતુ નથી. પરંતુ આ વૃખતે કીશાન મિત્ર કલબનાં સભ્યોએ વૃક્ષોનું વાવેતર કરવા અને તેનું સંવર્ધન થાય તે માટે યોગ્ય વૈજ્ઞાનિક પધ્ધતિએ વૃક્ષારોપણ કરીએ તો ચોક્કસ વૃક્ષારોપણની મહેનત સાકાર થાય અને ધાર્યુ પરિણામ મેળવી શકાય તે દિશામાં પુખ્તા આયોજન કરેલ છે તેમ કલબના પ્રમુખશ્રી અરવીંદભાઇ ટીંબલીયાએ જણાવ્યુ હતુ. જે.કે. લીલા, વિઠ્ઠલભાઇ રૈયાણી, પ્રકાશભાઇ, દેવેન્દ્રભાઇ ટીંબલીયા, નિશાંતરાજ રૈયાણી સહિત સભ્યોએ તેમના વિચારો વ્યક્ત કરી આવનાર ચોમાસામાં તેમના તરફથી વૃક્ષોના વાવેતરમાં યોગદાનની જાહેરાત કરવામાં આવી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY