રાહુલ ગાંધી મંદબુદ્ધિના જે ૪૦ વર્ષની ઉંમરે પણ શીખવાનો પ્રયત્ન કરે છે: સરોજ પાંડે

0
10

દુર્ગ,તા.૨૨
ભાજપના રાજ્યસભાના સાંસદ સરોજ પાંડેએ દેશની સૌથી મોટી વિપક્ષી પાર્ટીના અધ્યક્ષ માટે વિવાદિત નિવેદન આપી દીધું છે. દુર્ગમાં મોદી સરકારના ચાર વર્ષ પૂરા થતાં બુદ્ધિજીવી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. એક કાર્યક્રમમાં સરોજ પાંડે ચીફ ગેસ્ટ તરીકે હાજર હતા. આ કાર્યક્રમમાં પહેલાં તો તેમણે મોદી સરકારના ચાર વર્ષની સિદ્ધીઓ ગણાવી હતી અને ત્યારપછી વિપક્ષ પર પ્રહાર કરતા તેમણે રાહુલ ગાંધીને મંદબુદ્ધીના કહી દીધા હતા. તેમના આ નિવેદનની કોંગ્રેસે પણ નિંદા કરી છે. આ કાર્યક્રમમાં બીજેપીના અન્ય ધારાસભ્ય અને નેતાઓ પણ હાજર હતા.
સંમેલનમાં સંબોધન દરમિયાન સરોજ પાંડેએ કહ્યુ કે, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ જે રીતે બોલે છે, જે રીતે વ્યવહાર કરે છે, વાતચીત કરી છે તે જાઈને મને ખરેખર આશ્ચર્ય થાય છે કે આટલા મોટા પદ પર બેઠેલો માણસ આજે પણ શીખવાનો પ્રયત્ન કરી રહ્યો છે. પરંતુ હકીકતમાં ૪૦ વર્ષની ઉંમર પછી જે વ્યÂક્ત શીખતો હોય તે ખરેખર મંદબુદ્ધિ કહેવાય છે.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY