મદ્રાસ,તા.૨૭
ટીનેજર વચ્ચે સંમતિથી શારીરિક સંબંધ બનાવવાની ઉંમરને ૧૮માંથી ઘટાડીને ૧૬ કરવા પર મદ્રાસ હાઈકોર્ટે સૂચન કર્યુ છે. કોર્ટનું કહેવુ છે કે આમ થવા પર એ પાક્સો અધિનિયમ હેઠળ નહિ આવે. અદાલતે કહ્યુ કે બાળકની પરિભાષાને પણ પુનર્ભાષિત કરીને ૧૬ વર્ષથી નાની કરી દેવી જોઈએ. અદાલતના ન્યાયાધીશ વી પાર્થીબને સૂચન કર્યુ, ‘૧૬ વર્ષની ઉંમર બાદ સંમતિથી બનેલ યૌન સંબંધ, શારીરિક સંપર્ક કે એના સંબંધિત કૃત્યોને પાક્સો અધિનિયમની કઠોર કલમમાંથી બહાર કરવા જોઈએ.
યૌન શોષણને વધુ ઉદાર જોગવાઈઓ હેઠળ લાવવાની કોશિશ કરી શકાય છે જેને આ કલમમાં રજૂ કરવામાં આવી શકે છે. જેનાથી કિશોરોના પરસ્પર સંબંધો અને યૌન શોષણમાં તફાવત કરી શકાય. તમને જણાવી દઈએ કે જો શારીરિક આકર્ષણથી પ્રભાવિત થઈને કોઈ કિશોર અને કિશોરી વચ્ચે પરસ્પર સંમતિથી આવા સંબંધ બને તો કિશોર પર પાક્સો હેઠળ કાર્યવાહી થાય છે. જ્યાં નિયમ મુજબ તેને કમસે કમ સાત અથવા ૧૦ વર્ષથી સજા થવાનું નિશ્ચિત છે.
કેસની સુનાવણી કરતા જજે કહ્યું કે આવા કેસોમાં જ્યારે કિશોરીની ઉંમર ૧૮ વર્ષથી ઓછી હોય અને કિશોરની ઉંમર ૧૮ કે તેથી થોડી વધુ હોય તો તેની વચ્ચે સંબંધોને પરિભાષિત કરવા હંમેશા મોટો સવાલ બની રહે છે. જજે કહ્યું કે આવા સંબંધ બંનેની નાસમજી અને જૈવિક આકર્ષણના કારણે બને છે. તેમણે કહ્યું કે આવા સંબંધોને આપણે અપ્રાકૃતિક માનીને ન ચાલવા જોઈએ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




