ભુજ કચ્છ: નાયબ પોલીસ અધિક્ષક જે.એન.પંચાલ નાઓએ અનડીટેકટ ગુનાઓ સત્વરે ડીટેકટ કરવા સુચના કરેલી જે અન્વયે ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.ન. ૬૪/૧૯ ઇ.પી.કો કલમ ૩૯૨, ૩૯૪ તથા જી.પી.એકટ ૧૩૫ મુજબનો ગુનો ગઇ તા. ૬/૪/૧૯ ના ક. ૧૮/૩૦ વાગે ભુજીયા રીંગ પાસે બનવા પામેલ.જેમાં ફરીયાદીને સાંજના સમયે અજાણયા આરોપીઓએ છરી બતાવી રોકડા રૂ. ૩૦૦૦/-ની લુંટ કરી ઇજાઓ પહોંચાડેલ હતી. જે સબબ ફરીયાદ અત્રે પોલીસ સ્ટેશન દાખલ થયેલ.જે ગુનાની તપાસ ઇ.પોલીસ ઇન્સપેકટર એ.એન.પ્રજાપતિ નાઓ કરતા હોય જે ગુનાની ગંભીરતા સમજી તાત્કાલીક ફરીયાદીની યુકિત પ્રયુકિતથી પુછપરછ કરી આરોપીઓના વર્ણન તથા ઉંમર મેળવી ડીસ્ટાફના એ.એસ.આઇ. જયદિપસિંહ તથા પો.કો.પરમવીરસિંહ,ધર્મેન્દ્રસિંહ,અનિરૂધ્ધસિંહ વિગેરેના સ્ટાફને બાતમીદારથી બાતમી મળેલ કે લુંટના વર્ણન તથા ઉંમર વાળા આરોપીઓ કેમ્પ વિસ્તારના છે. જેથી તેઓની બાતમી મેળવી આરોપી ૧) મુસ્તાક ભીખાભાઇ મીર ૨) કાસમ સીકંદર સૈયદ તથા ૩) કાયદા ના સંર્ઘસમાં આવેલ કિશોર ત્રણેય રહે,ભુજ નાઓને પોલીસ સ્ટેશન લાવી પુછપરછ કરતા પોતે લુંટનો ગુનો કરેલાની કબુલાત કરેલ.
સદરહું આરોપીઓના ગુનાહિત ઇતિહાસની ચકાસણી કરતા
૧) ગાંધીધામ એ ડીવીજન ફ. ૧૦/૨૦૧૭ ઇ.પી.કો કલમ ૩૦૨ મુજબનાકામે મુસ્તાક મીર અગાઉ ગાંધીધામ બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં મર્ડર ના ગુનામાં પકડાયેલ છે.
૨) ગાંધીધામ એ ડીવીજન ફ.૩૯/૧૯ ઇ.પી.કો કલમ ૩૨૬, ૩૨૫, ૧૧૪ વિગેર મુજબના કામમાં નાસતો ફરતો હોવાની હકીકત ખુલવા પામી છે.
૩) ગાંધીધામ એ ડીવીજન ફ.૭૧/૧૮
૪) ગાંધીધામ એ ડીવીજન ફ.૭૨/૧૮
આમ, બી ડીવીઝન પોલીસની સર્તકતાથી લુંટનો ગંભીરના ગુનાના આરોપીને ગણતરીના કલાકોમાં ધરપકડ કરવા સફળતા મળેલ છે.
ગૌતમ બુચિયા
પત્રકાર કચ્છ
૯૭૧૪૦૬૫૪૦૫
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




