મદ્રાસ,તા.૩૦
મદ્રાસ હાઈકોર્ટે કિરણ બેદીને સૂચના આપતા કહ્યું છે કે તમે પુડ્ડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર કેન્દ્ર શાસિત રાજ્યના કામમાં દખલ કરવાનો અધિકાર નથી ધરાવતા. કોર્ટે તેમને રાજ્યના રોજના કામમાં દખલ ન કરવા માટે કહ્યુ છે.
ઉલ્લેખનીય છે કે, કોર્ટ પુડ્ડુચેરીના મુખ્યમંત્રી વી નારાયણસામી અને કિરણ બેદીની વચ્ચે ચાલી રહેલા ઘમાસાણ અને અધિકાર ક્ષેત્ર સાથે જાડાયેલા એક પિટિશનની સુનાવણી કરી રહી હતી. નારાયણસામીનો આરોપ છે કે કિરણ બેદી અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સથી જોડાયેલી ફાઇલોને સરકારની પાસે નથી મોકલી રહ્યા.
કોર્ટની ટિપ્પણી બાદ કિરણ બેદીએ કહ્યું કે સીએમનો આરોપ સમગ્રપણે પાયાવિહોણો છે. આવું પહેલીવાર થયું છે કે સરકાર જનતા માટે કામ કરી રહી છે. હજુ અમે ચુકાદાની નકલની રાહ જાઈ રહ્યા છીએ અને તેને વાંચીને જ જવાબ આપશે. બીજી તરફ સીએમે પણ કહ્યું છે કે તેઓ પહેલા જજમેન્ટ વાંચશે બાદમાં કોઈ પ્રતિક્રિયા આપશે.
નોંધનીય છે કે, ગત ફેબ્રુઆરીમાં સીએમ નારાયણસામી અને તેમની કેબિનેટે કિરણ બેદીના ઘરની બહાર ધરણા કર્યા હતા. નારાયણસામી સતત આરોપ લગાવતા રહ્યા છે કે કિરણ બેદી અનેક લોક કલ્યાણકારી યોજનાઓને આગળ નથી વધારવા દેતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



