‘આદત’માં બિપાશા બાસુ પતિ કરણ ગ્રોવર સાથે ચમકશે

0
6

મુંબઈ,તા.૩૦
એક સમયે સેક્સ સિમ્બોલ ગણાતી અભિનેત્રી બિપાસા બસુ અને એના અભિનેતા પતિ કરણ ગ્રોવર ટૂંક સમયમાં રૂપેરી પરદા પર દેખાશે એવી જાણકારી મળી હતી.
આ બંને ‘આદત’ નામની એક ફિલ્મમાં ચમકવાના છે એવી માહિતી મળી હતી. કરણે સોશ્યલ મિડિયા પર લખ્યું હતું કે બિપાસામાં અખૂટ ઊર્જા છે. એ ખૂબ શિસ્તબદ્ધ વ્યક્તિ છે. એની સાથે કામ કરવામાં અનેરો આનંદ આવે છે. એ અત્યંત નિયમિત વ્યક્તિ છે.
કરણની આ ટકોર વાંચીને કેટલાક લોકોએ એને ઠપકાર્યો હતો. એક વ્યક્તિએ લખ્યું હતું કે બેટા, તારા જેવા આખલાને સીધોસાદો બળદ બનાવી દેવાની તાકાત બિપાસામાં છે…તારા બેફામપણા પર લગામ ખેંચનારી કોઇ વ્યક્તિ હવે તને મળી છે ખરી…હવે તું બેલગામ વર્તન નહીં કરી શકે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY