મુંબઈ,તા.૧૨
ભારતીય નાગરિકત્વ સ્વીકારીને મુંબઇમાં સ્થાયી થઇ ગયેલા મૂળ પાકિસ્તાની ગાયક સંગીકાર અદનાન સામીનો સોશ્યલ મિડિયા પરનો એકાઉન્ટ હેક થયો હેવાની માહિતી મળી હતી.
હજુ તો બે દિવસ પહેલાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનો એકાઉન્ટ હેક કરનારા પાકિસ્તાન તરફી તૂર્કી લોકોએ જ અદનાનનો એકાઉન્ટ પણ હેક કર્યો હતો અને ડિટ્ટો અમિતાભની જેમ અદનાનના ફોટોગ્રાફની જગ્યાએ પાકિસ્તાની વડા પ્રધાન ઇમરાન ખાનનો ફોટો મૂકી દેવાયો હતો.
ટ્વીટર પર અન્ય એક સંદેશામાં જણાવાયું હતું કે અદનાન સામીનો એકાઉન્ટ હેક થઇ ચૂક્યો હતો. આ હેન્ડલ પર લખ્યું હતું કે તમે અદનાન લાઇવ પર મારો સંપર્ક કરી શકો છો.
અમિતાભ બચ્ચનના કેસની તપાસ મુંબઇ પોલીસની સાઇબર શાખા કરી રહી હતી. અદનાને પોલીસને જાણ કરી હતી કે નહીં એ જાણવા મળ્યું નહોતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




