કારની છત ઉપરથી બે ગાદલા મળ્યા,પોલીસે ગાદલા કાપ્યા તો ઘૂસણખોર નીકળ્યો..!!

0
58

મેડ્રિડ,તા.૨
ભારત જેમ બાંગ્લાદેશી ઘૂસણખોરોની સમસ્યાનો સામનો કરે છે તે રીતે યુરોપના દેશો આફ્રિકન દેશોમાંથી ગેરકાયદેસર ઘૂસનારા લોકોથી પરેશાન છે. ઘણા દેશોએ તેના કારણે બોર્ડર પર વધારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે.છતા ઘૂસણખોરી માટેના પ્રયાસો થતા રહે છે.જોકે સ્પેનની બોર્ડર પર બનેલા કિસ્સાએ પોલીસને પણ હેરાન કરી દીધી છે.
પોલીસે અહીંથી પસાર થઈ રહેલી એક કારને ચેકિંગ માટે રોકી હતી.કારની છત ઉપર બે ગાદલા બાંધવામાં આવ્યા હતા.જાકે પોલીસને શંકા ગઈ હતી અને પોલીસે ગાદલાને ચાકુ વડે ચીરતા તેમાંથી બે આફ્રિકન યુવકો બહાર આવ્યા હતા.
આ યુવકોને ઘૂસાડવા માટે ગાદલાની અંદર પોલાણ કરવામાં આવ્યુ હતુ.જેથી તેમને શ્વાસ લેવાની પણ જગ્યા મળે.પોલીસ પણ ઘૂસણખોરીના પ્રયાસને જાઈને હેરાન થઈ ગઈ હતી.બીજી તરફ કારનો ડ્રાઈવર ત્યાંથી ભાગી છુટ્યો હતો.
પોલીસનુ કહેવુ છેકે પહેલી વખત આ પ્રકારે બોર્ડર ક્રોસ કરવાનો મામલો સામે આવ્યો છે.પોલીસને શંકા છે કે કેટલીક ગેંગ પહેલા પણ આ રીતે ઘૂસણખોરોને બોર્ડર ક્રોસ કરાવી ચુકી હશે. સ્પેનના સેનેટર જાન ઈનારિતુએ પોલીસ દ્વારા ગાદલા કાપીને ઘૂસણખોરોને બહાર કાઢવાની કામગીરીનો વિડિયો સોશ્યલ મીડિયા પર શેર કર્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY