ન્યુ દિલ્હી,તા.૨
ટીકટોક જેવી એપ્સ પર તમે શોર્ટ વિડિયો જાયા હશે કે બનાવ્યા પણ હશે. આ એપે બહુજ ઝડપથી દેશમાં તેનો યુઝર બેઝ તૈયાર કર્યો છે. ટીકટોકના મંથલી ૨ લાખ જેટલા એક્ટીવ યુઝર છે. તેના યુઝર દિવસેને દિવસે વધી રહ્યાં છે. પરંતુ હવે આ એપ્સ પર પ્રતિબંધ લગાવવાની માંગણી થઈ રહી છે.
ભાજપા સાંસદ રાજીવ ચંદ્રશેખરે આઈટી મંત્રી રવિશંકર પ્રસાદને એક પત્ર લખીને TikTok, Liveme, Like, Helo જેવી એપ્સ પર પ્રતિબંધ લગાવવાની માંગણી કરી છે. તેમનુ કહેવુ છે કે આ એપ્સના કારણે બાળકો પર ખરાબ પ્રભાવ પડી રહ્યો છે, તેમણે પત્રમાં લખ્યુ છે કે દેશની કુલ વસ્તીમાં ૪૪.૪ ટકા બાળકો છે, તેમનુ બાળપણ સુરક્ષિત રાખવું આપણી જવાબદારી છે. પરંતુ મંત્રાલયે આ અંગે બહુ જ ઓછું ધ્યાન આપ્યું છે. રાજીવે પત્રમાં જણાવ્યુ છે કે શોર્ટ વિડિયો એપ્સ ગૂગલ પ્લે સ્ટોર પર ફ્રીમાં ઉપલબ્ધ હોવાના કારણે સરળતાથી લોકો તેનો ઉપયોગ કરી શકે છે. તેના પર સુરક્ષાના કોઈ માપદંડ ન હોવાથી નાની ઉંમરના બાળકો પર તેના પર વીડિયો અપલોડ કરે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



