મગફળી કૌભાંડમાં નાફેડ જવાબદાર હોય તો સરકાર કેસ કરે : નાફેડ ચૅરમેનનો પડકાર

0
111

નાફેડના ચેરમેન વાઘજી બોડાએ હવે સીધા જ કૃષિ પ્રધાન અને સરકાર સામે ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. તેમણે કૃષિ પ્રધાન ફળદુને આડે હાથે લેતા કહ્યું છે કે નાફેડ સામે આંગળી ચિંધે છે પણ તેમની પાસે અભ્યાસ નથી. તેમણે મગફળી કૌંભાંડમાં નાફેડ જવાબદાર હોય તો સરકારે નાફેડ ઉપર કેસ કરવાનો પડકાર ફેંક્યો છે.
ગુજકોમાસોલના ચેરમેન અને મુખ્યમંત્રી વચ્ચે મનમેળ ન હોવાથી ફડચામાં ગયેલ મંડળીઓને ખરીદીનું કામ સોંપાયાનો પણ આક્ષેપ કર્યો હતો. તેમણે ફડચામાં ગયેલી ગુજકોટને પણ ૮૦ ટકા ખરીદીની કામગીરી સામે પણ સવાલ ઉઠાવ્યા છે.
ટંકારા તાલુકા કોંગ્રેસની કારોબારી સમિતિની બેઠકમાં વાઘજીભાઇ બોડાએ સરકાર ઉપર પ્રહાર કર્યા છે. તેમણે સરકારને વ્હાઇલ કોલર સરકાર ગણાવી હતી. તેમણે કહયું હતું કે પગના તળિયા બળે એટલે પરિવર્તન આવે. લોકોના પગના તળિયા બળવા લાગ્યા છે. તેમણે કોંગ્રેસને એક થઇને કામ કરવાની પણ હાકલ કરી હતી.
ફડચામાં ગયેલ મંડળીઓ અને દુધ સંઘોને કેમ મગફળીની ખરીદી સોંપી તેવો સવાલ પણ તેમણે કર્યો છે. વાઘજી બોડાએ પોરબંદર, કુતિયાણા, ગોંડલ, જામનગરની મંડળીમાંથી કરવામાં આવેલ ખરીદીમાં ભ્રષ્ટાચાર થયાનો આરોપ મૂક્્યો હતો. તેમણે મગફળીકાંડમાં સરકારને જ ચોર ગણાવી હતી. આ સાથે તેમણે મોરબી-ટંકારાને પોતાનો વિસ્તાર ગણાવી ત્યાંથી એક કિલો પણ કાંકરી શોધી આપે તો જાહેર જીવન છોડી દઇશ અને આત્મવિલોપન કરવાની ચીમકી આપી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY