મુંબઈ,તા.૨૧
અભિનેતા અક્ષય કુમાર અને વિદ્યા બાલન લગભગ ૧૧ વર્ષ પછી ફરી એક વાર રૂપેરી પડદે એક સાથે ચમકવાના છે. માનવામાં આવી રહ્યું છે કે દિગ્દર્શક આર. બલ્કીના આ ડ્રિમ પ્રોજેક્ટ ‘મંગલયાન’માં બંને કલાકારો વૈજ્ઞાનિકનું પાત્ર ભજવતાં નજરે ચઢશે.
ભારતના ઇતિહાસમાં મંગલયાન મિશન ખૂબ મહત્વ ધરાવે છે, તેના પર આ ફિલ્મની વાર્તા લખાયેલી છે. મહિલા વૈજ્ઞાનિકના પાત્ર માટે વિદ્યા સહિત અન્ય ત્રણ અભિનેત્રીઓને સાઇન કરવામાં આવશે.
જાકે, આ ફિલ્મમાં વિદ્યા-અક્ષયની જાડી કેટલી ધૂમ મચાવે છે એ જાવાજેવું રહેશે. આ ફિલ્મનું શૂટિંગ આગામી વર્ષના જાન્યુઆરીથી શરૂ થઇ શકે છે. આ ફિલ્મનું ટાઇટલ આપવાનું હજુ બાકી છે.
હાલમાં વિદ્યા સાઉથની ફિલ્મ એનટીઆરની બાયોપિકમાં ખૂબ જ વ્યસ્ત છે અને અક્ષય સાથેની આ ફિલ્મની તૈયારીઓ તે ડિસેમ્બરથી શરૂ કરશે એવું માનવામાં આવી રહ્યું છે.
અક્ષય કુમારની વાત કરીએ તો તે સૌથી વ્યસ્ત કલાકારોમાંનો એક છે. હાલમાં તે ‘હાઉસફુલ ૪’ના શૂટિંગમાં બિઝી છે. તેની સાથે તે કરણ જાહરની ‘કેસરી’ ફિલ્મ માટે પણ સમય કાઢી રહ્યો છે. બંને કલાકારો જાન્યુઆરીથી આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



